Vallabh Ras ni Tarsi - Vaidehi Shah
Автор: Vaidehi Shah
Загружено: 2025-04-23
Просмотров: 41736
Vallabh rasni Tarsi (lyrics , શબ્દો)
Singer - Vaidehi Shah
Lyrics - Kinkari (Unknown)
Composition - Traditional
વલ્લભ રસની તરસી હું તો
શ્રી વલ્લભ રસ શોધું રે
ખબર હોય તો બતાવ સજની
ચિત્તડું મારું ચોર્યું રે
વલ્લભ રસની તરસી હું તો
વલ્લભ રસ શોધું રે
ખબર…. રે
વલ્લભ રસ એ અમૃત રસ છે
સૌ રસ થી મહા મીઠો રે
ચૌદે ભવન માં મધુર રસ મે
એવો કોઈ ના દીઠો રે
રસિક ભક્તો પાસે સજની
રસ સાગર ઉભરાય રે
ઉર સાગર માં મહારાસ ભર્યો
પીતા નવ ધરાય રે
રસીક ભક્ત ઉરમાં
લીલા રસમાં મહાલે રે
જો એવા નો સંગ કરીયે
તો સીંચે વહાલે વહાલે રે
ખાસ રસાત્મક સ્વરૂપ પ્રભુનું
એવા ઉરમાં રાચે રે
કિંકરી એવા રસિક જનો થી
શ્રી વલ્લભ સાજે રે
વલ્લભ રસની તરસી હું તો
શ્રી વલ્લભ રસ શોધું રે
ખબર હોય તો બતાવ સજની
એ રસ માટે તલસું રે
શ્રી વલ્લભ ના વ્યસની ભક્તો
તેઓ એ રસ માં મહાલે રે
રોમ રોમ માં ભર્યો અધિક રસ
પીશું વારે વારે રે
કેવા હોય એ ભક્તો સજની
કહો ને તેના લક્ષણ રે
શોધીને હું પીવું વલ્લભ રસ
ઠરે રસીલા નૈના રે
કિંકરી ને કઈક નિશાની
બતાવ મારી બેના રે
ઉપકાર તારો કદી ના ભૂલું
શોધ કરું હું તેની રે
સાંભળ ને તું સજની શાણી
વાત કહું તને છાની રે
સાંભળ ને તું સજની શાણી
વલ્લભ રસ ની શાન રે
એવા ભક્તો ના સત્સંગ માટે
સદાયે ધરજે તાન રે
દીનતા ના સાગર ઉર માહે
ભર્યા હોય અપાર રે
સહન શીલતા ભૂમિ સરખી
ગમ ખાય વારમ વાર રે
દુઃખ દે તેનું દરદ મટાડે
ફળ આપે જેમ ઝાડ રે
ફૂલડા જેવી વાણી વરસે
મુખડે થી નિર્ધાર રે
અમૃત સી આંખલડી એની
સઘળે અમૃત સીંચે રે
નીરખે તેને ન્યાલ કરીદે
તરત પ્રભુ માં ખેંચે રે
શ્રી વલ્લભ નું નામ જ સૂણતાં
રોમ રોમ ફુલાય રે
શ્રી મહાપ્રભુ વણ
અન્ય ન રુચે
એવી સ્થિતિ થાય રે
શ્રી વલ્લભ નું નામ જ સૂણતાં
વરસે આંસુ ધાર રે
થર થર કંપે કાયા રસિક ની
શ્રી વલ્લભ શું વહાલ રે
નિસાધન ને નિર્વિકારી
શ્રી વલ્લભ આધાર રે
લોક વેદ ની ખબર મળે ના
પ્રીતિ ના ત્યાં તલભાર રે
હાય હાય કેરી જ વરાડો
વાદળ શી ભાસે રે
રોમ રોમ માં વિરહાગ્નિ નો
સદાયે રેહતો વાસ રે
એવા રસિયા ભક્તો ના અંગ માં
સઘળે પ્રભુનું રાજ રે
એવા ભક્તો કિંકરી કેરા
શીર ઉપર ના તાજ રે
વલ્લભ રસની તરસી હું તો
શ્રી વલ્લભ રસ શોધું રે
ખબર હોય તો બતાવ સજની
ચિત્તડું મારું ચોર્યું રે
વલ્લભ રસ એ અમૃત રસ છે
સૌ રસ થી મહા મીઠો રે
ચૌદે ભવન માં મધુર રસ મે
એવો કોઈ ના દીઠો રે
વલ્લભ રસની તરસી હું તો
શ્રી વલ્લભ રસ શોધું રે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: