બહુરૂપી. ૧૯૬૯. ગુજરાતી ચલચિત્ર. Bahurupi. 1969. Gujarati movie.
Автор: Gujarati Sangeet
Загружено: 2022-02-20
Просмотров: 58257
બહુરૂપી. ૧૯૬૯. ગુજરાતી ચલચિત્ર. Bahurupi. 1969. Gujarati movie.
આજથી ત્રેપન વર્ષ પહેલા એટલે કે સન ૧૯૬૯માં ગુજરાતી ફિલ્મ 'બહુરૂપી' બનેલી. એ સમયે કોઈ પણ કારણોસર તૈયાર થયેલી ફિલ્મ એકાદ વખત રજુ થયેલી પણ પછી બધા ફિલ્મ થિયેટરોમાં રિલીઝ ન થઈ શકી. આ ફિલ્મના ગીતો ફિલ્મ બન્યા પહેલા રેકર્ડ થયા હોવાથી મળી રહે છે, પણ ફિલ્મ પડદા ઉપર બધા થિયેટરમાં નહોતી આવી એટલે મોટા ભાગના દર્શકોએ જોઈ નથી. અમને પણ ખબર નહોતી કે 'બહુરૂપી' નામની ફિલ્મ બનેલી પણ બધા થિયેટરોમાં રિલીઝ નથી થઈ.
આશરે ત્રણ ચાર વર્ષ પહેલા રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી ફિલ્મોની ચર્ચા દરમયાન અમને પૂછ્યું કે વર્ષો પહેલા 'બહુરૂપી' નામની ગુજરાતી ફિલ્મ બનેલી તે ખબર છે? અમે કહ્યું ખબર નથી. ફિલ્મનું નામ પણ પ્રથમ વખત સાંભળ્યું. એમણે કહ્યું કે અમારી 'ગુજરાતી સંગીત' ચેનલમાં મુકવા માટે તેઓ આ ફિલ્મ અમને આપશે. એમની પાસેથી અમે આખી ફિલ્મની ત્રણ વીસીડી ખરીદી લીધી. આખો દિવસ બેસીને સોફ્ટવેર દ્વારા ત્રણે વી.સી.ડી. ભેગી કરીને આખી ફિલ્મ બનાવી અને વિશ્વમાં વસતા સૌ ગુજરાતીઓ માટે ગ્લોબલ ગુલાલ કરીને મુકીયે છીએ. કોઈની પાસે આ ફિલ્મની સંપૂર્ણ પ્રિન્ટ હોય અગર કોઈ ગુજરાતી ફિલ્મની આખી પ્રિન્ટ હોય તો અમને જણાવે. અમે પ્રોજેક્ટરમાં પ્રિન્ટ ચલાવીને ઊંચા રિઝોલ્યૂશનમાં ડીવીડી બનાવીને સૌના આનંદ માટે ચેનલમાં મુકીશું. અમને અતિ હર્ષ છે કે ઈશ્વરની અતિ કૃપાથી વિસરાઈ ગયેલી 'બહુરૂપી' ફિલ્મ સૌને માટે આજે પહેલી વાર રજુ થાય છે. વહેંચવામાં જે મજા છે તે વેચવામાં નથી. ખવડાવવામાં જે મજા છે તે ખાવામાં નથી. આપવામાં જે મજા છે તે લેવામાં નથી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: