નડિયાદ : ખેડા જિલ્લાના ધાર્મિક સ્થળો પર ફૂડ સેફ્ટી ડ્રાઇવ
Автор: Charotar Kheda News
Загружено: 2025-12-03
Просмотров: 46
સિદ્ધિ વિનાયક, ડાકોર સહિત 22 દુકાનોમાં ચેકિંગ, 30 કિલો અખાદ્ય જથ્થો નાશ
ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે જોડાયા હતા.
આ ઝુંબેશ અંતર્ગત મહેમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની ફૂડ કોર્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૫થી વધુ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આશરે ૨૫ થી ૩૦ કિલો જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.
આ ઉપરાંત, ડાકોર રણછોડજી મંદિરના ગોમતીઘાટ આસપાસ આવેલી ખાણીપીણીની હોટલોમાં પણ સમાન ડ્રાઇવ યોજાઈ હતી. અહીં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે સેમ્પલિંગ કર્યું હતું, જ્યારે નગરપાલિકાની ટીમે સ્વચ્છતાના અભાવ બદલ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરી હતી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: