Jhaverchand Meghani : Folk-songs (કથા-ગીત) (audio)
Автор: Pinaki Meghani
Загружено: 2021-02-01
Просмотров: 9466
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત :
---
`રઢિયાળી રાત’ : કથા-ગીત (audio)
[ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ચૂંટેલા 07 પ્રાચીન કથા-ગીત ]
---
01. દાદા હો દિકરી
02. ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ
03. લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું
04. બાર બાર વરસે નવ્વાણ ગળાવિયાં
05. મોરબીની વાણિયાણ
06. માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ (શ્રવણ)
07. ના છડિયાં હથિયાર
---
કંઠ : અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા
સંગીત : મૌલિક મહેતા, શંભુ મહેતા
પરિકલ્પના : સ્વ. કુસુમબેન મેઘાણી, પિનાકી મેઘાણી
નિર્માણ : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ
---
`લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે’ તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. `ધૂળધોયા’નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જ્યારે લગભગ નાશ થઈ ચૂક્યો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ `રઢિયાળી રાત’માં મૂક્યું. 450થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ `રઢિયાળી રાત’નો પહેલો ભાગ 1925માં અને ચોથો ભાગ 1942માં પ્રગટ થયો હતો.
---
© 2016, Owner, Producer and Licensor : Pinaki Meghani • Jhaverchand Meghani Smruti Sansthan. All Rights Reserved.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: