વાંચન અને ચિંતન વ્યક્તિને ટોળામાંથી જુદા પાડે છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 55 TT
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2024-03-29
Просмотров: 5246
૫૪ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, મનને મરકર સાથે સરખાવવામાં આવ્યું છે. માણસને દર ક્ષણે મનમાં વિચારો દોડતા હોય છે. ત્યારે મનમાં સારા વિચારો ઉગાડવાનું કામ વાંચન કરે છે. પુસ્તક માત્ર જાણકારી કે માહિતી નથી આપતુ. પરંતુ, તે મનને શાંતિ, ઉર્જા, ખુશી અને દિશા આપે છે. મનમાં ઉદભવતા પ્રશ્નોનું સમાધાન પણ મળે છે. અન્ય શોખ માટે સમય અને ખર્ચ કરવા પડે છે. પરંતુ, પુસ્તક વાંચનનો શોખ સરળ અને શ્રેષ્ઠ છે. જયારે પણ નવરાશ મળે ત્યારે તમે પુસ્તક વાંચી શકો છો. મુસાફરીમાં ઘણા લોકો પુસ્તકો વાંચતા હોય છે. જયારે પણ સમય મળે ત્યારે મનને ખોટા વિચારો કરવા દેવા કરતા વાંચન કરવાથી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ થશે. તેમ જણાવી તેઓએ નવો વિચાર રજુ કરતા જણાવ્યું હતું કે, વાંચન, સમયનો સદઉપયોગ છે. જે શાંતિ અને સમાધાન આપે છે. અનેક ઉદાહરણ સાથે જણાવ્યું હતું કે, જો વ્યક્તિએ અસામાન્ય બનવું જોય તો વાંચનની ટેવ પડવાની જરૂર છે. વાંચન સાથે ચિંતન પણ થાય તો વ્યક્તિને ટોળામાંથી જુદા પાડી વિશેષ બનાવે છે. ખરેખર વર્તમાન ભાગદોડ ભરી જીંદગી અને નાણા તથા આરોગ્ય અને અનેક પ્રશ્નોથી માણસ પરેશાન છે. હાર્ટએટેક અને સ્ટ્રોક જેવા રોગનું મુખ્ય કારણ માનસીક તણાવ છે. ખરેખર માનસીક તણાવ ધટાડવા માટે વાંચન શ્રેષ્ઠ માર્ગ છે. વાંચન તન અને મનને તંદુરસ્ત રાખે છે.
પુસ્તક જ્ઞાનનો ખજાનો છે. જે વ્યક્તિને જીવનની દિશા, જીવવા માટે પ્રેરણા અને સફળતા મળે છે.
#goodhabits #reading #books #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: