ગ્રીન કાર્ડ માટે ફેક મેરેજ કરનારા સાવધાન! VAWAના નિયમોમાં શું બદલાયું?
Автор: I am Gujarat
Загружено: 2025-12-28
Просмотров: 1930
અમેરિકાનું પરમેનન્ટ સ્ટેટસ મેળવવા માટે વર્ષોથી લોકો ફેક મેરેજ કરતા આવ્યા છે અને અત્યારસુધી આ રીતે હજારો ગુજરાતીઓ સારો એવો ખર્ચી ગ્રીન કાર્ડ મેળવવાની સાથે સિટીઝન પણ બની ગયા છે. જે લોકો આવા મેરેજ કરતા હોય છે તેમાંના અમુક પહેલાથી જ કરવામાં આવેલી ગોઠવણ અનુસાર યુએસ સિટીઝન અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર સ્પાઉસ ત્રાસ આપે છે અથવા મારઝૂડ કરે છે તેવા આક્ષેપ કરીને પણ લીગલ સ્ટેટસ મેળવી લેતા હોય છે. આવું માત્ર ફેક મેરેજમાં થાય છે તેવું નથી, ઘણા કેસમાં ઈન્ડિયાથી મેરેજ કરીને આવેલા લોકો પણ પોતાના સ્પાઉસ પર ખોટા આક્ષેપ કરી VAWA પિટિશન કરી દેતા હોય છે. સૂત્રોનું માનીએ તો અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ઘણા ઈમિગ્રેશન એટર્ની પણ ફેક મેરેજ કરાવવાની સાથે VAWA પિટિશનનું પેકેજ પણ ઓફર કરતા હોય છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: