તરબૂચની ખેતીની હાઈબ્રિડ જાતો | Variety | Water melon farming | જોરદાર ઉત્પાદન આપતી જાતો |Top 5 જાતો
Автор: Krishi kranti
Загружено: 2022-11-16
Просмотров: 6003
#ટોપ 5 જાતો #તરબૂચ નું બિયારણ
તરબૂચ માં વખણાતી પ્રચલિત જાતો
તરબુચ (Citrullus lanatus) ને અંગ્રેજીમાં વોટરમેલન (Watermelon) કહેવાય છે. ત૨બુચનો પાક લોકો માટે આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગ૨જ સારે છે. ત૨બુચને રણના અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે.
તરબૂચના ફળમાં લોહ તત્વનું પ્રમાણ સવિશેષ હોય છે અને તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. બીજ શેકીને ખાવામાં તેમજ તેનો ગર્ભ મીઠાઈમાં સુકા મેવાની જગ્યાએ ફોલીને મુકવામાં ઉપયોગમાં આવે છે. તરબૂચનો પાક ઉનાળામાં તૈયાર થતો હોય ઉનાળાની ગરમીમાં ફળ તરીકે ગરજ સારે છે. મુત્રાશયના રોગ અને લોહીના પરિભ્રમણ માટે પણ આ ફળ ઉપયોગીતા ધરાવે છે. ડેઝર્ટ ફળ તરીકે પણ તરબુચનો ઉપયોગ કરી શકાય છે.
તરબૂચની ખેતીને અનુકૂળ આબોહવા
તરબૂચના પાકને સુકુ અને ગરમ હવામાન વિશેષ માફક આવે છે. સુકુ અને ઓછા ભેજવાળુ વાતાવ૨ણ ત૨બુચના વેલાને ઝડપથી વિકાસવા માટે અનુકૂળ આવે છે અને આ તરબુચને પાકવાના સમયે જરૂરી છે. તરબૂચના ફળ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. ગરમ અને સુકા હવામાનને લીધે તથા ગરમ પવનને લીધે ફળમાં શર્કરાનું પ્રમાણ વધે છે અને પાનને લગતા રોગોનું પ્રમાણ ધટે છે. પાકની સારી વૃધ્ધિ તથા વિકાસ અને ફળની ઉચ્ચ ગુણવત્તા માટે ૨૨° સેલ્શિયસથી ૨૫° સેલ્શિયસ ઉષ્ણતામાન જરૂરી છે. ૨૨° સેલ્શિયસથી ઓછા તાપમાને બીજનો ઉગાવો તથા છોડની વૃધ્ધિ પણ ધીમી થાય છે.
તરબૂચની સુધારેલ/સંકર જાતોની પસંદગી
મેલોડી, મેક્સ, સુમન 235 જેવી વિવિધ જાતો ની aapne વાત કરવાની છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: