Montu Namdar Jail માં જલસા કરતો જોયો હવે લાલીયો જુઓ | Latest Gujarati News Today
Автор: Svaman
Загружено: 2025-10-10
Просмотров: 3344
#montunamdar #latestgujaratinewstoday #tusharbasiya #montunamdarjailvideo #gujaratinewslivetoday #GujaratCrimeUpdate #Crimenewsgujarat #crimenewsingujarati #Crimestoryingujarati
પાબ્લો એસ્કોબાર જેમ જેલમાં પણ મહેલ બનાવતો તેમ મોન્ટુ નામદાર ( montu namdar jail video ) પણ જેલમાં મહેલ બનાવે છે...પરંતુ એવું નથી કે માત્ર મોન્ટુ જ ગુજરાતની જેલને મહેલ બનાવી શકે,,,બીજા કેટલાય પૈસા ફેંકો તમાશો દેખો વાળા છે જે જેલમાં મહેલ બનાવી મોજ કરી રહ્યા છે...આથી કહી શકાય કે ગુજરાતની જેલમાં રહેવું કે મહેલમાં રહેવું કંઈ બવ ફરક નથી પડતો...તો સ્વમાન વધુ એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે જેમાં જેલમાં કેવા કેવા જલસા થાય છે તેનો પુરાવો છે..ટૂંકમાં જેલ તંત્ર હજુ વિચારી રહ્યું છે કે મોન્ટુ સામે કાર્યવાહી કરવી કે નહીં ત્યાં સ્વમાન વધુ એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે,,જુઓ ગુજરાતના જેલ તંત્રના ધજાગરા ઉડે તેવો આ અહેવાલ...
નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન...હમણાં જ તમને જેલમાં બંદ મોન્ટુ નામદારના વીડિયો બતાવ્યા જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મોન્ટુની મોજ મજા જેલમાં ચાલી રહી છે...અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યાનો આરોપી મોન્ટુ નામદાર જેલમાં જાણે રિસોર્ટ હોય તેમ મોજ કરતો જોવા મળે છે...પાણીની પાઈપથી નહાતા નહાતા બીજા વ્યક્તિને ધમકી આપે છે કે સરખું નવડાવ જે નહીં તો ઝાડ પર ઉંધો લટકાવીશ..પછી જેલની બેરેકમાં કેવી મોજ છે તેનો વીડિયો સાથે મોન્ટુ હાય હેલ્લોક કરતો હોય તેવું જોવા મળે છે...અને બાકી જીમની સર્વિસ કેવી સરસ જેલમાં મળી જાય છે તે પણ દેખાઈ રહ્યું છે...આ વીડિયો બાદ જેલ તંત્રમાં ખળભળાટ મચતા આ મામલે જેલ ડીજી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે..પણ એ તપાસ પુરી હજુ સુધી થઈ નથી ત્યાં સ્વમાન પાસે જેલમાં લાલો ઉર્ફે લાલીયાની મોજનો વીડિયો આવ્યો છે...સુત્રો કહે છે કે આ વીડિયો પણ જેલનો જ છે અને જેલમાં બંધ આ ડાન્સ કરતો વ્યક્તિ કોઈ લાલો ઉર્ફે લાલીયો છે જેને હત્યા કેસમાં આજીવન કેદની સજા મળી ચૂકી છે...છતાં પણ જેલમાં બંધ લાલીયો મોન્ટુની જેમ જાણે જેલ ડાન્સબાર હોય તેમ ટીવી મીનરલ વોટર સાથે જ ડાન્સની મોજ લેતો જોવા મળી રહ્યો છે...આ વીડિયો વિશે અમારા સુત્રો કહે છે કે વીડિયો જુનો છે પણ મોન્ટુ નામદાર આ લાલો ઉર્ફે લાલીયાનો જેલનો મિત્ર છે...એવું પણ બની શકે કે મોન્ટુ નામદાર સાથે લાલો ઉર્ફે લાલીયો જેલમાં મળ્યો હોય અને તેમ તેની મિત્રતા બંધાઈ ગઈ હોય..એ જે હોય તે પણ જેલ તંત્રએ ચોક્કસ આ દિશામાં પણ તપાસ કરાવવી જોઈએ કે આરોપીઓ કેમ આટલા બેફામ બની જેલમાં મહેલના જલસાની મજા ઉઠાવી રહ્યા હશે...શું જેલ તંત્રનો ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે રુપિયા ફેંકવાથી જેલના અધિકારીઓ પણ આરોપીઓ કે કેદીઓ સામે મુજરા કરવા લાગે અને તેને જોઈએ એ તમામ સુવિધા આપવા લાગે...તમે આ વીડિયોમાં જુઓ આ વ્યક્તિ ટીવીની સુવિધા મેળવે છે...તેમાં સેટઅપ બોક્સ હોય તો જ ચેનલ આવતી હોય તો બની શકે કે ફુલ સેટઅપ ગોઠવવામાં આવ્યું હોય...ત્યાં સુધી કે મીનરલ વોટરનો જગ અથવા મોટો થરમોસ જેને આપણે કહીએ તે પણ જોવા મળે છે...તો જો આટલી સુવિધા મળતી હોય તો પછી જેલમાં જલસા જ કહેવાયને કે બીજું કંઈ...જોઈએ હવે મોન્ટુ નામદાર સામે કાર્યવાહી કરવાની વાતો કરતું જેલ તંત્ર આ વીડિયોની તપાસ કરી દુધનું દૂધ અને પાણીનું પાણી કરે છે કે પછી કેદી પણ મોજમાં ને અફસરો પણ મોજમાં જ રહે છે...મહત્વની વાત છે કે જ્યાં જ્યાં ગુપ્તતા કે નોટિફિકેશનના નામે પત્રકારોને પ્રવેશ મળતો નથી ત્યાં ત્યાં ભ્રષ્ટબાબુઓને ભ્રષ્ટાચાર કરવાની ભારે મોજ પડતી હોય છે...જેલ પણ એમાનું એક ઉદાહરણ છે,,જેલમાં શું ચાલે છે,,કેમ ચાલે છે અને જેલમાં કેવા લીલા લહેર છે તે પત્રકારોને જોવા મળવાનું નથી અને તેના કારણે ભ્રષ્ટ બાબુઓનો ભ્રષ્ટાચાર ભાગ્યે જ બહાર આવવાનો છે...વળી એવું પણ કહેવાય છે કે જેલમાં ફોન માનો કે મોન્ટને મોકલવો છે,,તો તેનું સેટિંગ સરકારી બાબુ ફિરોજ નક્કી કરે પછી તે ફોન પાકા કામનો કેદી ઉદા. તરીકે લાલીયો બહાર જાય છે તો તેને સોંપી દેવામાં આવે,,જેથી લાલીયો બહારથી અંદર ફોન લાવે અને મોન્ટુને આપી દે,,,આમ ફીરોજ લાલીયો અને મોન્ટુ બધા ખુશ રહે તેવી વાત છે...આ તો ઉદાહરણ આપ્યું મેં જે ચર્ચાઓ ચાલે છે તેના આધારે પણ આવું તો કેટલુંય ચાલતું હશે આપણને શું ખબર પડવાની જ્યાં સુધી કોઈ અંદરથી ફૂટી માહિતી ન આપે....
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: