આવ્યું દીકરીને ભાગે ચોમાસુ | Father Daughter Love | Kavi Tushar Shukla
Автор: Kavi Tushar Shukla
Загружено: 2026-01-05
Просмотров: 237
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ | Father Daughter Love | Kavi Tushar Shukla
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ
ઉંબર ઓળંગ્યો ને થાપા માર્યા
અને ચાલી આંખોમાં લઇ આંસુ
સઘળી ઋતુઓને પાછળ મેલી
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ
પ્હેર્યું ફરાક પછી ઓઢ્યો દુપટ્ટો
પછી મમ્મીની સાડીમાં મ્હાલી
સઘળું મુકીને એ મહિયરના ઓરડે
પિયરથી સાસરિયે ચાલી
મોંઘેરાં બાળપણ ને રંગીલા યૌવનનું
સ્મરણોમાં ઓગળે પતાસું
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ
દીકરો ને દીકરી છે બાપ માટે સરખા
ને સરખો છે દીકરીનો ભાગ
બ્હેનીને આપવામાં અચકાતા ભાઇ તણા
નીકળે છે તળિયાનો તાગ
એકલપેટાને થાય , બ્હેનીને જોઇને
દરવાજે તાળું હું વાસું
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ
વારસામાં દીકરીનો ભાગ હોય દેવાનો
કરવાનો હોય નહીં વાયદો
દીકરીના હક તણી રક્ષાને માટે છે
આપણા આ દેશ મહીં કાયદો
મહિયરના મામલે આડું બોલીને
ક્યાંક સંભળાવે દીકરીની સાસુ !
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ
બ્હેનીના પાલવમાં જવતલ દેવાનું
એ ભાઇને શીખવે છે આપવાનું
માંગ્યા વિના જ એને આપવાનું હોય
એમાં હોય નહીં કાંઇ માપવાનું
ભાઇ અને બ્હેનને છે એવો સંબંધ
સાવ જૂદું સંબંધનું છે પાસું
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ
તુષાર શુક્લ
#kavitusharshukla #gujaratipoetry #daughterstory #brothersisterbond #fatherdaughterlove #equalityforwomen #socialpoetry #poetryreel #emotionalpoetry #indianculture #daughterempowerment #daughterrights
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: