સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધે | Kavi Tushar Shukla
Автор: Kavi Tushar Shukla
Загружено: 2025-07-26
Просмотров: 761
સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધે | Kavi Tushar Shukla
સોળ વરસની સુંદરતા
તું સાડત્રીસમે શોધ
પ્રેમ તો એનો એ જ છે, તું
અણસમજણમાં અવરોધે
પહેલાં, વાતો કેરાં ઝરણાં
વહેતાં'તાં વણ થંભ્યા
આજ હવે એ કલકલતાં જળ
ક્યાં જઈને રે જંપ્યાં?
આંખ તો એની એ જ, હજી યે
પ્રેમ છલકતું હસતી
તો ય તે કેવું જીવતાં આપણ,
ઓટમાં શોધીએ ભરતી
પ્રેમ છલકતા ગીતને સ્થાને
તું ય હિસાબો નોંધે
વાત કર્યા વીણ દિવસ વીતતો
નયન મળ્યા વીણ રાતો
આજ હવે આ આપણી વચ્ચે
શબ્દ ફરે સંતાતો
ચહેરાની સુંદરતા ભૂલી
નજર ચાંદલો નોંધે
તારા હોવા તણો પૂરાવો
કંકુમાં શું શોધે?
કાન ઝંખતા, ક્યારે પાછો
'રાણી' કહી સંબોધે
તારી હથેલીમાં હોઠોથી આલેખ્યાં
શબ્દોના સ્મરણોમાં રાચું
હવે કવિતા છે કાગળ પર, ચશ્માં છે આંખો પર
એકાન્તે એકલો હું વાંચું
સખી, આ પણ સાચું છે ને એ પણ સાચું
હેમંતી વાયરાની પાંખે ચડીને
રોજ કેટલાય કિલોમીટર કાપતા
હવે ઠંડીના ચમકારે ઓરડામાં બેસીને
હીટરના અજવાળે તાપતા
હવે પાકા મકાનમાં આ જીવવું કાચું
પહેલા વરસાદે તારી છત્રી ના ખૂલતી
ને રેઇનકોટ હું ય ભૂલી જતો
બારીમાં બેસીને નિરખું વરસાદ હવે
સ્મરણોમાં રહેતા ભીંજાતો
તો ય શમણામાં મોર થાય નાચું નાચું
ગુલમ્હોરી હાંજોના ઓસરતા અંધારે
હાથોમાં હાથ લઈ ચાલતા
હવે ટ્રાફિકની અડચણના અણસારે ઝીલેલા
હાથને ય હળવે છોડાવતા
ખરો સથવારો આજ તારી પાસે જાચું
#kavitusharshukla #gujaratipoetry #lovepoem #gujaratikavita #poetryoflove #gujaratiliterature #premnikavita #tusharshukla #kavitaniduniya #sadlovepoem #gujaratishayari #dilnivaat #emotionalpoetry
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: