Lalo Gujarati Movie || Team at Shri K.K.School & Home for the blind ||
Автор: Shri Labhubhai T Sonani
Загружено: 2025-12-01
Просмотров: 18073
#lalomovie #laalo #gujaratimovie
‘લાલો’ શ્રી કૃષ્ણ સદા સહાયતે ટીમનાં સભ્યો ભાવનગરની જાણીતી
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં બાળકો સાથે ઝૂમી
વર્ષ ૧૯૩૨માં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની સંવેદનશીલતા અને પ્રેરક વિચારનાં કારણે અસ્તિત્વમાં આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ૧૦૦ કરોડને વટાવી ગયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ શ્રી કૃષ્ણ સદા સહાયતે ટીમનાં કલાકારો આજરોજ તા.૩૦/૧૧/૨૦૨૫ને રવિવારે શાળાની મુલાકાતે પધાર્યા હતા. બાળકો સાથે પરામર્શ કરી તેમને બંધ આંખે પણ અભિનયનાં અજવાળા શી રીતે આપ નિહાળી શકો છો તે વાતને સમજવા બાળકો સાથે ઝૂમી સંવાદ સાધ્યો હતો. ‘મનોરથ જીવ’ ગીત શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાજેશ ઠાકોરે રજુ કરી ટીમનાં સભ્યોની લાગણી જીતી લીધી હતી. ભારતીય બેઠકમાં તેમણે રાજેશ ઠાકોરને સાંભળી ધન્યતા અનુભવી હતી. જ્યારે શાળાની કલાકાર શ્રી અંકિતા ચૌહાણે ‘દ્વારિકાનો નાથ’ પદ રજુ કરી ઉપસ્થિત સૌ કોઈને નૃત્યનાં રંગે રંગી દીધા હતા. શાળાના બાળકો દ્વારા તૈયાર થયેલ સ્નેહનો ગુલદસ્તો શ્રી નિષ્ઠા સોનાણી અને સંસ્થાનાં માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠકે અર્પણ કરી કલાકારોને આવકાર્યા હતા. જયારે સમગ્ર ટીમનું શાબ્દિક સ્વાગત સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ કર્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં રીવા રાચ્છએ ભજવેલ તુલસી પાત્રની અભિનય કલાનું શબ્દચિત્ર આલેખી ખુલ્લી આંખે જોતા લોકોને વિચારતા કરી મુકે તેવા ચિત્રપટનાં રહસ્યો ખોલ્યા હતા. આ પ્રસંગે પધારેલ ટીમનાં પ્રોડ્યુસર શ્રી અર્જુન વઘાસીયાએ સંસ્થાને રૂ.૧૧,૦૦૦/- અનુદાન આપી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. શાળાનું પટાંગણ ઊર્મિના ઉત્સવથી રંગાઈ ગયું હતું. ‘લાલો’ શ્રી કૃષ્ણ સદા સહાયતેનાં શ્રુહદ ગૌસ્વામી ( શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર) એ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખુલ્લી આંખે નિહાળી ફિલ્મનાં પ્રતિભાવો જે લોકો આપી શક્યા નથી તેવા પ્રતિભાવ અમને બંધ આંખે આ પરિસરમાં થતા શિક્ષણ અને ઘડતરની ઓળખ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની આરતીબા ગોહિલે આપી અમારી ટીમને વિચારોની ગંગામાં તરબતર કરી દીધા છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: