જીવનમાં સામાજીક અભિગમ જ વ્યક્તિને માણસ બનાવે છે. - Kanjibhai Bhalala l 128tt l SPSS l Surat
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2025-09-20
Просмотров: 739
જીવનમાં સારો અભિગમ કેળવાય તેવા હેતુથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોના વાવેતર કાર્યક્રમનું આયોજન થાય છે. ૧૮-૦૯-૨૦૨૫ ના રોજ જમનાબા વિધાર્થી ભવન ખાતે યોજાયેલા ૧૨૮ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, શરીર અને મનને જુદા પાડી શકાતા નથી. દરેક કાર્યમાં મનની ભૂમિકા મહત્વની હોય છે. આપણે શું કાર્ય કરીએ છીએ તે અગત્યનું નથી તે કામ-ધંધો-વ્યવસાય કે નોકરી જીવનના કેવા દ્રષ્ટિકોણથી કરીએ છીએ તે વધુ મહત્વનું છે. જીવનમાં જેટલું મહત્વ સ્મિતનું છે, તેટલું જ મહત્વ ધંધામાં અભિગમનું છે. વ્યક્તિ માણસ તરીકે તો જ જીવી શકે જો તેનામાં માનવીય સંવેદના હોય તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિની સાચી ઓળખ માત્ર પૈસાથી નથી થતી. તે માટે સામાજિક દ્રષ્ટિકોણ વધુ મહત્વનો છે. અનેક લોકોના ઉદાહરણો સાથે જણાવ્યું હતું કે, સામાજિક અભિગમ ધંધા કે વ્યવસાયમાં પ્રગતિ સાથે ઓળખ આપે છે. માત્ર ધંધા-વેપાર કે વ્યવસાયમાં જ નહી નોકરી કરતા કે સેવા પ્રવૃત્તિ કરતા લોકોમાં પણ સામાજિક દ્રષ્ટીકોણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે ઉપસ્થિત યુરો ફૂડના મનહરભાઈ સાસપરા અને બિલીવફાર્માના રજનીભાઈ મુંગરાના ધંધા સાથે સોશ્યલ એપ્રોચની નોંધ લઇ બિરદાવવામાં આવ્યા હતા. મૂડી, કૌશલ્ય અને સાધનો ઉપરાંત સામાજિક અભિગમ વિકાસના પરિબળો છે. ખરેખર જીવનમાં સામાજિક અભિગમ જ વ્યક્તિને માણસ બનાવે છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #businessman #smile ile #lifestyle #money #social #approach #skill
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: