ભજન નીચે લખ્યું છે.સુંદર ભજન મનને ગમે એવું છે આ બેને મસ્ત ગાયું છે.શ્રી સખી ભજન મંડળ.હર્ષા પટેલ.
Автор: pinal patel
Загружено: 2024-07-23
Просмотров: 62312
ડગલે પગલે ભજુ તારૂ ધ્યાન ધરું મોરલીવાળા.અંત સુધી ભજન સાંભળજો આનંદ થશે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં કયારેય subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો
વડોદરા. જય શ્રીકૃષ્ણ
------------------------ ભજન--------------------------‐-
ડગલે પગલે ભજુ તારૂં ધ્યાન ધરું મોરલીવાળા કરું શ્યામ તને કાલાવાલા (2)
તારી પૂંજા કરૂ હું ભાવે
તારી સેવા કરૂ હું ભાવે
મીઠું મધુર તારૂ નામ તારા અદભુત કામ,મોરલીવોળા કરું શ્યામ તને કાલાવાલા
ડગલે પગલે ભજુ તારૂં............
ગુણલા ગા ઉ તારા ગિરધારી
દેજે ભકિત મને શ્યામ તારી
અંતરયામી છે તું મારો સ્વામી છે તું , મોરલીવાળા કરું શ્યામ તને કાલાવાલા
ડગલે પગલે ભજુ તારૂં...........
મારા હૈયામાં હરનિશ રહેજે
શ્યામ કદી ના મુજને વિસરજે
લાગ્યો નાદ તારો હવે કોણ મારો,મોરલીવાળા કરું શ્યામ તને કાલાવાલા
ડગલે પગલે ભજુ તારૂં............
તારા ચરણોની સેવા તું દેજે
શ્યામ શરણે મને તારે લેજે
હું છું દાસ તું છે નાથ મારો,મોરલીવાળા કરું શ્યામ તને કાલાવાલા
ડગલે પગલે ભજુ તારૂં..........
લગની લાગી છેતારી ગોપાલા
થાજે મારો હવે નંદલાલા
વૈષ્ણવો થાયે તને દર્શન દેજે મને,મોરલીવાળા કરું શ્યામ તને કાલાવાલા
ડગલે પગલે ભજુ તારૂં ધ્યાન ધરું,મોરલીવાળાકરું શ્યામ તને કાલાવાલા
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: