#રાપર
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-12-11
Просмотров: 216
#રાપર તાલુકામાં રવિપાકનું વાવેતર...
#વાગડમાં ખેતી આધારિત તેજીનો નવો યુગ શરૂ થયો...
#રાપર તાલુકા અને વાગડ વિસ્તાર માટે આ વર્ષે રવિપાકનું વાવેતર ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. ગુજરાતમાં કહેવાય છે. વરસે તો વાગડ ભલો, અને આ કહેવતને સાબિત કરતા રાપર ભચાઉ વિસ્તારમાં ગયા ચોમાસામાં થયેલા સારો વરસાદ તેમજ કચ્છ નર્મદા કેનાલના પુરતા જળ પુરવઠાને કારણે ખેતીમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે. રાપર તાલુકા ખેતી આધારિત વિસ્તાર છે. અહીં કોઈ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ન હોવા છતાં માત્ર ખેતી દ્વારા જ લોકોની આવક વધી રહી છે. ગયા વર્ષે રવિપાકમાં જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઇસબગુલ, એરંડા અને કપાસ સહિત મળીને લગભગ સવા સો કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે રવિપાકના વાવેતરની તાજેતરની માહિતી રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઇ શ્રીમાળીએ આપી હતી કે, ઘઉં 7,715 હેક્ટર, ચણા 580, રાયડો 9,030, જીરું 32,670, ઇસબગુલ 2,870, વરીયાળી 2675, શાકભાજી 650 અને ઘાસચારો 6,035 હેક્ટર સહિત કુલ 62,155 હેક્ટરમાં વાવેતર પૂરું થઈ ચૂક્યું છે. ખેડૂતોએ ચાલુ વાવણીને ધ્યાને લેતા અંદાજે 80 થી 85 હજાર હેક્ટરમાં રવિપાકનું વાવેતર કર્યું છે. રાપર તાલુકાના 97 ગામો, ખડીરના 12 અને ભચાઉ તાલુકાના 27 ગામો, જે મળીને વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે અહીં નર્મદા કેનાલ દ્વારા છેલ્લા દાયકાથી ખેડૂતો વર્ષના ત્રણેય સીજનમાં ખેતી કરી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન વધ્યું છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. રાપર APMCમાં વર્ષભર ખેતીની આવક થતાં વેપારીઓ અને કમિશન એજન્ટો પણ પગભર બન્યા છે. બજારમાં જમીન મકાનના ભાવ આસમાને છે. રાપર શહેરમાં ગલાવારી દુકાનનો ભાવ 60 થી 65 લાખ અને મુખ્ય વિસ્તારોમાં 90 લાખથી સવા કરોડ સુધી પહોંચી ગયો છે. વાગડ વિસ્તારમાં ખેતી આધારિત તેજીનું મુખ્ય કારણ રવિપાકનું મબલખ વાવેતર અને કરોડો રૂપિયાનું જીરું ઉત્પાદિત થવું છે. નર્મદા કેનાલના જળપુરવઠાને કારણે લગભગ વીસ હજાર એન્જિન મારફતે દૂર દૂર સુધીના ખેતરોમાં સિંચાઈ થઈ રહી છે. આમ, વાગડની ધરા ફરી એક વખત સુખાકારી અને લીલીછમ ચાદર તરફ આગળ વધી રહી છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: