Perennial - Avinash Vyas : Girish Chandegra
Автор: Gujarati Sahitya Forum
Загружено: 2024-10-09
Просмотров: 488
મણકો# 220 તા- 6-10-2024
ગુજરાતી સાહિત્ય ફોરમ આધારિત વાર્તાલાપના મોડરેટર હતા ભદ્રાબહેન વડગામા ને વક્તા હતા ગિરીશ ચંદ્રેગા. તેમના વાર્તાલાપ દરમ્યાન અવિનાશ વ્યાસના ગીતો ને તેમની કેટલીક અંતરંગ વાતો શ્રોતાજનોએ માણી.
ગિરીશભાઇના વડવાઓ લગભગ 85 વર્ષ પહેલાં કેન્યા ગયેલા ને ત્યારબાદ તે પોતે લંડનમાં સ્થાયી થયા. ઘરમાં અવિનાશ વ્યાસનું સંગીત વાગતું , ગુજરાતી કલાકારો અરવિંદભાઇ ત્રિવેદી, પદમારાણી ઘરે આવતાં તેઓ પણ અવિનાશભાઇની વાતો કરતા. તેઓની વાતો સાંભળીને પણ ગિરીશભાઇ અવિનાશભાઇ પ્રત્યે નાનપણથી જ આકર્ષિત થયા હતા. તેમની સાથે ફોન પર પણ વાતો કરતા. તેમના અવસાન બાદ પણ તેમનાં પુત્ર ગૌરાંગભાઇ સાથે સંબંધ ચાલુ રહ્યો. તેમના ગીતોની કેસેટ મુંબઇથી ગિરીશભાઇ મંગાવતા. અમદાવાદ આવતા તો ત્યાંથી પણ શક્ય એટલી કેસેટ મેળવી તેમના સંગ્રહમાં ઉમેરો કરતા. તેમના ગરબા ત્યારે પણ ધૂમ મચાવતા ને આજે પણ નવરાત્રીમાં એટલાં જ ધૂમ મચાવે છે. તેમના ગરબા વિનાની નવરાત્રી અધૂરી કહી શકાય. ગુજરાતી ગીતોનો લગાવ એટલો વધતો ગયો કે ગિરીશભાઇએ હીન્દી ગીતોને તિલાંજલિ આપી છે.
રમેશ પારેખ , સુરેશ દલાલ ને હરિન્દ્ર દવેની રચના પણ ગુજરાતી ગીતોમાં આગવું સ્થાન ધરાવે છે. આસિત દેસાઇ, શ્યામલ, સૌમિલભાઈ એ તેને સ્વરબઘ્ધ કરી કંઠ આપી ઘર ઘર જાણીતી કરી છે પણ ગિરીશભાઇના જીવનમાં અવિનાશભાઇનું સ્થાન અકબંધ છે. અવિનાશભાઇની સરળ ભાષા તેમને સ્પર્શી ગઇ છે , તેમના સરળ શબ્દોની રચનાથી તેઓ ગુજરાતી શીખ્યા. અગમ નિગમની દુનિયા, સરર સરર મારું ચકડોળ ચાલે જેવા ગીતો સાંભળી ગિરીશભાઇ તેમનું જીવન ચલાવે છે. અવિનાશભાઇના મોટાભાગના ગીતો સરળ ભાષામાં છે પણ તેનો અર્થ ઘણો ગહન હોય છે. રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે…. 60 વર્ષ પછી પણ ભાગ્યે જ કોઇ ગુજરાતી ઘર અજાણ હશે. અવિનાશભાઇનું સંગીત પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં છે. શંકર જયકિશન જેવા સંગીતકાર હીન્દી ફિલ્મ જગતમાં હતા તેથી તેઓ પોતાનું સ્થાન ત્યાં જમાવી શક્યા નહીં.
અવિનાશભાઇનો જન્મ અમદાવાદમાં નાગર જ્ઞાતિમાં થયો હતો. નાગરી ન્યાતને સૂર ને સંગીતનું ઇશ્વરનું વરદાન છે નરસૈયો , તાના રીરીના વારસદારોએ કલા જીવંત રાખી છે. તેમના માતા મણીબહેન પણ સરસ ગાતા, તેથી ગીત સંગીતનો પ્રભાવ નાનપણથી જ તેમનાં પર પડ્યો હતો. ક્રિકેટનો શોખ એટલે એકવાર મેચ જોવા ગયા ત્યારે કનૈયાલાલ મુનશી સાથે પરિચય થતાં મુંબઇ નસીબ અજમાવવા ત્યાં ગયા. ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતોએ જબરજસ્ત સફળતા મેળવી. અવિનાશભાઇએ આખું ગુજરાત ગાતું કર્યું. તેમના ઘણાં ગીતો આશાજી ને લતાજીએ ગાયા છે. ‘ કેમ રે વિસારી ઓ વનના વિહારી’ આશાજીએ એકપણ રુપિયો લીધાં વગર ગાયું છે. મેળાના બધાં ગરબા, જેવા હું ગઇ તી મેળે આશાજીએ ગાયા છે. લતાજીએ ગાયેલાં ગીતો અદ્દભૂત છે. તેમની માતા ગુજરાતી હતા તેથી ગુજરાતી ગીતો બંને બહેનો સહેલાઇથી ગાઇ શકતી. અવિનાશભાઇ માંદગીને બિછાને હતા ત્યારે બંને તેમની ખબર જોવા પણ ગયા હતા. કૌમુદી મુનશી ને મહેન્દ્ર કપુરે પણ તેમનાં ઘણાં ગીતો ગાયા છે.
એકવાર જુનાગઢ ગયા ત્યારે દીવાળીબહેન ભીલને સાંભળ્યા. તેઓમાં પણ કુદરતે ભેટરુપી અલગ જ પ્રકારનો પહાડી અવાજ અર્પણ કર્યો હતો. અવિનાશભાઇના ગીતો તેમણે જેસલ તોરલમાં ગાયા છે.તેમને મુંબઇ લાવનાર અવિનાશભાઇ હતા. તેઓ અભણ હતા પણ બધાં ગીતો તેમને કંઠસ્થ હતા.
અવિનાશભાઇની કલ્પના શક્તિ અદ્દભૂત હતી , એકવાર ગૌરાંગભાઇને સવારના દ્રશ્યને સ્વરબધ્ધ કરવું હતું, અવિનાશભાઇએ ક્ષણમાં જ શબ્દો રચી દીધા, ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો, હવે લતાજીના કંઠે ગીતને વહેતું કરવું હતું, માત્ર ફોન પર ગૌરાંગભાઇએ સરગમ સંભળાવી, એમને એમ કે લતાજી કદાચ યાદ નહીં રાખી શકે, બીજે દિવસે સ્ટુડિયોમાં તેમણે જે અદ્દભૂત સ્વરે ગાયું, તો ગૌરાંગભાઇ જોતાં જ રહી ગયા. સ્વરની દુનિયામાં 40 વર્ષ સુધી એકધારું તેમણે ગાયું, આજે પણ તે સ્થાન અજેય છે.
વાર્તાલાપ દરમ્યાન ભદ્રાબહેન અને ગૌરાંગભાઇનું સંકલન ખૂબ જ સંદર રહ્યું ને સૌએ ભરપૂર માણ્યું . આપનો ખૂબ ખૂબ આભાર . ખરેખર ગૌરાંગભાઇ અવિનાશભાઇ આજે પણ આપણી યાદોમાં અમર છે તે આપે પૂરવાર કર્યું. આભાર.
કોકિલાબહેન અને તેમનાં પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
—— સ્વાતિ દેસાઇ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: