Lappan chhapan – jivanna anandni guru chavi - Kalpana Desai
Автор: Gujarati Sahitya Forum
Загружено: 2025-12-12
Просмотров: 88
મણકો# 275 તા- 7-12-2025
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજિત વક્તવ્યના વક્તા હતા કલ્પના દેસાઇ . તેમણે રોજ-બરોજના જીવનની વાતોને પોતાની આગવી શૈલીમાં રમૂજી પ્રસંગમાં ફેરવીને સર્વ શ્રોતાજનોને હાસ્યરસ પીરસ્યો. ખૂબીની વાત એ હતી કે પોતે ગાંભીર્ય ધારણ કરી સર્વને રમૂજ કરાવતા હતા.
મંદિરમાં ભીડ હોય ત્યારે ચંપલ ચોરાઇ જવા તે સ્વાભાવિક છે, તેવે પ્રસંગે લોકોના સવાલ, વણ જોઇતી સલાહને છેલ્લે પનોતી ગઇ જેવા શબ્દોનો વહેવાર તેમણે રમૂજી ભાષામાં વર્ણવ્યો. જ્યારે સમૂહ ભોજનમાં એક જ વ્યક્તિ ને આમંત્રણે ત્યારે થતી મૂંઝવણ ને કોઇ એકાદ મિત્ર મળી જાય પછી તેની આદતોને સહન કરી ભોજનનો આનંદ માણવાની વાત તો બાજુએ રહે તેવા કડવા અનુભવ પછી એકલા લગ્નપ્રસંગે ન જવું તેવી લેખિકાએ કસમ ખાધી. આવા ઘણાં રમૂજી પ્રસંગ સાંભળવા તો કલ્પનાબહેનને સાંભળવા પડે.
બહેનોની સામાન્ય વાતમાં પણ રમૂજ- છુંદો થઇ ગયો(શાનો) , સિઝન ભરાઇ ગઇ?બટાકાની કાતરી, સેવ વિ. ની વાત તો પેટ પકડીને હસાવે. દરેક સમાજમાં મરણ બાદ વાસણ વહેંચાય, પત્ની પોતાના પતિને પોતાના મરણાંત વાસણ વહેંચવાની વાત કરતાં બંને વચ્ચેનો વાર્તાલાપ ખૂબ જ રસપ્રદ રહ્યો. છેલ્લે એવું જાહેર કરવામાં આવ્યું વાસણ વહેંચવાની બાબતે છેલ્લે સુધી એકમત ન થતાં વાસણ વહેંચી શકાયા નથી . હા…હા…
સાસુ-વહુની વાતો , પડોસી સાથેનો વ્યવહારની વાતો સાંભળવાની પણ મઝા પડી.
છેલ્લે ઠીક છે.. એ તો મનમાં જડબેસલાક સર્વના મનમાં બેસી કહ્યું કોઇપણ વાતનો પ્રતિભાવ ઠીક છે માં આપી શકાય. દા.ત. કલ્પનાબહેનનું વક્તવ્ય કેવું રહ્યું? ઠીક, ઠીક … સામી વ્યક્તિ ના ના સાવ એવું તો ના હોય , બહુ સારા હાસ્યરસના લેખિકા, કોલમ રાઇટર છે , તો તમે કહો છો તો , ઠીક છે.
આપનો ખૂબ ખૂબ આભાર કલ્પના બહેન . ઠીક ત્યારે પાછા મળીશું.
કોકિલાબહેન અને તેમના પરિવારના સભ્યોનો આભાર .
——- સ્વાતિ દેસાઇ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: