Where Architecture Meets Artistry - Sonali Lele Desai Moderator : Nimisha Parmar
Автор: Gujarati Sahitya Forum
Загружено: 2025-11-28
Просмотров: 40
મણકો# 273 તા-16-11-2025
ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર પરિસંવાદ ના મોડરેટર હતા નિમિષા પરમાર
ને વક્તા હતા સોનાલી લેલે દેસાઇ . નિમિષાબહેન તેમની આગવી ઢબથી સંવાદ દરમ્યાન સોનાલી બહેનના
જીવનની કેટલીક અંગત વાતો સાથે તેમની આર્કીટેકની તરીકેની સફળ કારર્કિદી થી રંગમંચની અભિનેત્રી
તરીકેની રોમાંચક સફર શ્રોતાજનોને કરાવી.
મહારાષ્ટ્રીયન કુટુંબમાં જન્મ એટલે સંગીત તો ગળથૂથીમાંથી જ
મળ્યું હોય, સાથેસાથે નૃત્ય પણ શીખ્યા.પરણ્યા પછી આર્કીટેક તરીકે ને ઇન્ટીરીયર ડિઝાઇનર તરીકેના
વ્યવસાયની સાથે સાથે બાળકો માટેની activity કરતાં કરતાં અજાણતામાં ઘણું શીખ્યા. જીવનમાં અચાનક
બદલાવ નથી આવ્યો પણ તેઓ વ્યવસાય સિવાય ઘણી પ્રવૃતિઓમાં ભાગ લેતા.. બાળકો સાથે સંગીત ક્લાસ ચાલુ કર્યા. બાળપણમાં સંગીતની પધ્ધતિસરની તાલીમ લીધી નહોતી તે તક મળતા તેમની ઉંમરના ગ્રુપમાં જોડાયા. સંગીત કલાસના cultural program માં એન્કરનો ભાગ ભજવતાં સ્ટેજની ઘણી વાતો બારીકાઇથી જોતાં તે આત્મસાત કરી. પછી વડોદરામાં ત્રણ દિવસનો workshop organised કર્યો. તેમાં પોતે પણ participant થયા. ખૂબ મંઝા આવી . ત્રણ દિવસ ઘર, ઓફિસ, બાળકો જરાય યાદ ના આવ્યા.સૌમ્ય જોષીનું guidance કાર્ય શિબિરમાં મળ્યું. પછી બાળકોને ડ્રામાના ક્લાસ શરુ કરાવ્યા ત્યારે લેવા, મૂકવા જાય ત્યારે તેમનું performance જોઇ તે જગ્યાએ સોનાલી બહેન પોતાની જાતને ગોઠવતા. એમ જાણે- અજાણ્યે સ્ટેજની કળા પણ શીખતા ગયા. આ ફીલ્ડમાં તેમની રુચિ કેળવાતી જતાં તેમણે Event company શરુ કરી.નાના મોટા પ્રોગ્રામમાં ભાગ લેવા માંડ્યા.
લગભગ 2008 થી કલાજગતમાં પગ મૂક્યો પણ ગુજરાતી ફિલ્મમાં કામ છેક 2016માં મળ્યું. લગભગ 40 વર્ષની ઉંમર પછી રંગમંચની દુનિયાના અનુભવ વિશે નિમિષાબહેને પૂછ્યું ત્યારે તેમણે ભજવેલા વિવિધ પાત્રો વિશે વાત કરી. કેટલાંક રોલ સ્ટીરીયો ટાઇપ હતા પણ ડીરેક્ટર, કેમેરામેન પાત્ર વિશે સમજ આપે તે પ્રમાણે પોતાના રોલમાં ઓતપ્રોત થઇ જતા. કુંડાળુ- ફિલ્મનું શુટીંગ મહેસાણાના ગામડાંમાં થયું. તેમાં ગામડાંની સ્ત્રીની ભૂમિકા એટલે પાર્લરમાં જઇ કંઇ જ કરાવ્યું નહોતું. તે પ્રસંગ યાદ કરતાં સોનાલી બહેને જણાવ્યું તેના છેલ્લા દિવસે મોર્ડન રોલની ઓફર મળી એટલે સવારે પાર્લર પર જઇ દેખાવ બદલ્યો.
પોતાની આર્કીટેકની 20 વર્ષની કેરિયર પછી આ રંગમંચની દુનિયામાં પ્રવેશ કરતાં
તેમને એવું જણાયું કે ખરેખર મારા માટે આજ કામ સજાર્યું છે. અભિનય કરતાં તેમને જે આનંદ મળે છે તેવો
બીજે ક્યાંય નથી. બંને વ્યવસાય અલગ અલગ છે પણ ઘર બાળકો, બધુ બેલેન્સ રાખી પોતાને મળેલા
પાત્રને અભિનય દ્વારા સોનાલીબહેન જીવંત બનાવે છે.
ભ્રમ ફિલ્મની વાત કરતાં દીકરીન ખૂન થઇ જતાં ખૂબ કરુણ પાત્ર હતું તે પરિસ્થિતિ
ખૂબ જ દર્દનાક હતી છતાં તેમણે પાત્રને સુંદર ન્યાય આપ્યો છે. માયામાં પણ પાત્ર સરસ રીતે ભજવ્યું હતું.
મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષાની ફિલ્મોના અનેકવિધ પાત્રો ભજવી જાણે છે. કુંડાળું ફિલ્મમાં મહેસાણાની
ભાષા બોલવામાં તકલીફ પડી પણ તેમને પાત્ર ભજવવાની મઝા આવી.
નિમિષાબહેને તેમની રંગમંચની કારકિર્દી વહેલી શરુ થઇ હોત તો એવું ક્યારેય તમને થાય છે એમ પૂછ્યું ત્યારે હસીને જણાવ્યું દરેક વસ્તુનો એક સમય હોય છે. વહેલા કે મોડા એ એટલું
અગત્યનું નથી. જ્યારે બાળકોને મારી જરુર હતી ત્યારે હું તેમની પાસે હતી. તેઓ વયસ્ક થતાં આજે મને
Support કરે છે. મારો દીકરો 10th માં હતો ત્યારે એક ફિલ્મની ઓફર આવી ત્યારે મેં ના પાડી તો દીકરાએ જ મનેકહ્યું મારે ભણવાનું છે , તારે ફિલ્મ કરવાની જ છે. મારો દીકરો પોતાની જવાબદારી સમજતો
હતો તેના 96%આવ્યા. અફડાતફડી ફિલ્મ ફેબ્રુઆરી માં જ રીલીઝ થઇ.
અંતે સોનાલીબહેને જણાવ્યું કે જીવનમાં અનેક પાત્રો ભજવ્યા. ઘર વ્યવહાર સાચવીને અભિનય પણ મારા પતિ, બાળકો, સાસુ- સસરાનું પીઠબળ મને સતત મળતું રહ્યું.
સોનાલીબહેન અને નિમિષાબહેનનો વાર્તાલાપ ખૂબ સુંદર રહ્યો. આપ બંનેનો ખૂબ ખૂબ
આભાર.
કોકિલાબહેન અને તેના પરિવારના સભ્યોનો આભાર .
——- સ્વાતિ દેસાઇ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: