નડિયાદ: રૂપિયા ૪.૭૩ કરોડના ખર્ચે ૪ પાણીની ટાંકીઓ માટે અંડર ગ્રાઉન્ડ સ્ટોરેજ નિર્માણનું ખાતમુહૂર્ત...
Автор: Charotar Kheda News
Загружено: 2025-12-06
Просмотров: 56
નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે રૂપિયા 4.73 કરોડના ખર્ચે 4 પાણીની ટાંકીઓ માટે અંડર ગ્રાઉન્ડ સ્ટોરેજ નિર્માણનું ખાતમુહૂર્ત સંપન્ન : મુખ્ય પંપીંગ મશીનરી ખોરવાઈ જાય તેવા સમયે આશરે 15,000 ઘરોને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા ઊભી કરાશે નડિયાદ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે શહેરમાં જળ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રૂપિયા 4,73,38,056/-ના ખર્ચે ચાર પાણીની ટાંકીઓ માટે અંડર ગ્રાઉન્ડ સ્ટોરેજ (સમ્પ) બનાવવાની કામગીરીનું આયોજન કર્યું છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે આજરોજ સંપન્ન થયું હતું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: