🎉માતાજીનું🎉આગમન🎉ગીત🎉(લખેલું છે)🎉16/Aug/ 2025🌹🌹🌹
Автор: Jagruti barot 123
Загружено: 2025-08-15
Просмотров: 10107
ઓ અંબે માવડી અનેક તારા રૂપ છે
ઓ બહુચર માવડી અનેક તારા રૂપ છે
તનમાં ને મનમાં સુગંધ વ્યાપે એવો સ્નેહનો ધૂપ છે.માડી....
ઓ અંબે માવડી અનેક તારા રૂપ છે. ઓ બહુચર માવડી...
પ્રેમ તણી પીવડાવે પ્યાલી, મહાકાળી પાવાગઢવાળી,
રામ કૃષ્ણ સંગ વાતો કરતી કોણ કહે તું ચૂપ છે. માડી.... ઓ અંબે માવડી અનેક તારા રૂપ છે. ઓ બહુચર માવડી...
નાના મોટા સૌ આરાધે, પ્રેમ ના તાતણે સૌ ને બાધે,
તારા શરણે નમી પડેલા મોટા મોટા ભૂપ છે. માડી...
ઓ અંબે માવડી અનેક તારા રૂપ છે, ઓ બહુચર માવડી...
શરણાગત પર રાખે પ્રીતિ, રામભક્ત મન લે તું જીતી,
પુનીત તારા હૈયામાં અમૃત રસનો કૂપ છે. માડી...
ઓ અંબે માવડી અનેક તારા રૂપ છે. ઓ બહુચર માવડી...
તનમાં ને મનમાં સુગંધ વ્યાપે એવો સ્નેહનો ધૂપ છે. માડી...
ઓ અંબે માવડી અનેક તારા રૂપ છે...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: