શરદી, કફ અને ઉધરસ નો ઘરેલુ ઉપચાર | છાતીમા ચોટેલો કફ નીકળી જશે બહાર | homeremedy for cold and cough
Автор: Anup Mehta
Загружено: 2025-12-12
Просмотров: 946
શરદી ઉધરસ અને કપથી બચવા માટે શું કરવું અને શરદી ઉધરસ અને કફ હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે અંગેની સંપૂર્ણ સમજૂતી અહીં આ વીડિયોમાં આપેલી છે. આ વિડીયોમાં દર્શાવેલું છે કે શરદી ઉધરસ અને કફને મટાડવા માટે કેવા કેવા ઘરેલુ ઉપચાર કરી શકાય છે.
સ્ટીમ ઇન્હેલેશન: ગરમ ફુવારો અથવા ગરમ પાણીના બાઉલમાંથી વરાળ શ્વાસમાં લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી ઓછી થાય છે. ગરમ ખારા પાણીના કોગળા: ગરમ મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે અને ખાંસીથી થતી બળતરા ઓછી થાય છે
આદુનો રસ અને મધનું સેવન એકી સાથે કરવામાં આવે તો તે કફ વાળી ઉધરસ આવતી હોય તો તેમાં ખૂબ જ વધારે ફાયદાકારક છે.
જો સૂકી ઉધરસ આવતી હોય તો તેમાં સૂકી હળદરને મોઢામાં રાખી ધીમે ધીમે ચૂસવામાં આવે અને આ પ્રયોગને દિવસમાં ત્રણથી ચાર વાર કરવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થાય છે.
જ્યારે શરદી ઉધરસ અને કફ થયા હોય ત્યારે આખા દિવસ દરમિયાન અઢીથી ત્રણ લીટર જેટલું નવશેકું પાણી છે તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેની સાથે સાથે ડુંગળીનું સલાડ સલાડ પર મરી પાવડર સંચળ અને સિંધવ મીઠું છાટી અને ખાવાનો આગ્રહ રાખવામાં આવે તો તેનાથી શરદી ઉધરસ અને કફમાં સારો એવો ફાયદો જોવા મળે છે.
#કફ #શરદી #ઉધરસ #કફનોઉપાય #શરદીનોઉપચાર #cold&cough #homeremedyforcoldandcough
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: