Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

સાળંગપુર નો ઇતિહાસ | સાળંગપુર | History Of salangpurdham | Nikunj Makvana | Bhakti |ભક્તિ

Автор: Nikunj Makvana Official

Загружено: 2025-12-09

Просмотров: 314

Описание:

નમસ્કાર મિત્રો
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
સાળંગપુરનો ઇતિહાસ મુખ્યત્વે ત્યાં આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાથે જોડાયેલો છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી હેઠળ આવે છે અને તે ગુજરાતના બોટાદ જિલ્લામાં સ્થિત છે. 

મુખ્ય ઐતિહાસિક વિગતો:

મૂર્તિની સ્થાપના: હનુમાનજીની મૂર્તિની સ્થાપના સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત ૧૯૦૫ (આશરે ૧૮૪૯ CE) માં કરી હતી.

દંતકથા: એવી લોકવાયકા છે કે જ્યારે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિને એક સળિયા વડે સ્પર્શ કર્યો, ત્યારે મૂર્તિ જીવંત બની અને ચલિત થઈ. ત્યારથી, આ મૂર્તિને અત્યંત પ્રતાપી માનવામાં આવે છે.

કષ્ટભંજન દેવ નામ: આ મૂર્તિની સ્થાપના ભક્તોના દુઃખ (કષ્ટ) અને પીડા દૂર કરવાના હેતુથી કરવામાં આવી હતી, તેથી હનુમાનજી અહીં 'કષ્ટભંજન દેવ' તરીકે પૂજાય છે.

શનિદેવની સ્ત્રી રૂપે પૂજા: મંદિર સાથે સંકળાયેલી અન્ય એક વિશેષતા એ છે કે અહીં શનિદેવ સ્ત્રી સ્વરૂપમાં હનુમાનજીના ચરણોમાં બેઠેલા જોવા મળે છે, જે શનિદેવના પરાજય અને શરણાગતિની કથાનું પ્રતીક છે.

તાજેતરનો વિકાસ: ૬ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ, ભારતના તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહે અહીં ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ૫૪ ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. 

🙏મુખ્ય કથા ઇતિહાસ🚩
ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સાળંગપુર ગામમાં પધાર્યાં હતાં. તેમણે આ જ ભૂમિ પર વચનામૃત ઉદ્બોધન કર્યાં અને શુદ્ધ સ્વરુપે ઉત્સવોને ઉજવવાનો આરંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ તેમનાં સંતો સાથે સાળંગપુર પધારી અહીં વસતાં ગ્રામજનોની ભક્તિ સ્વીકારી તેમને સદ્ધર્મ અને સદ્મૂલ્યોનું સિંચન કરતાં. ભગવાન સ્વામિનારાયણે અહીંનાં ભક્તોને આશીર્વચન આપીને જણાવેલું કે આ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે અને સૌનાં દુઃખ દૂર કરે તેવા દેવ બિરાજશે.

ભગવાન સ્વામિનારાયણનાં ઘામગમન બાદ તેમનાં જ અગ્રગણ્ય સંતવર્ય સદ્ગુરુ શ્રી શ્રીગોપાળાનંદ સ્વામી એક સમયે સાળંગપુર ગામ પધાર્યા. તેમનાં દર્શન માટે ગામમાં રહેતાં હરિભક્ત વાઘાખાચર અને ગામનાં અન્ય લોકો પધાર્યા. સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ સ્વામિની સમીપ બેઠા.

ગોપાળાનંદ સ્વામીએ સહજ સ્વભાવે પૂછ્યું કે, “વાઘા ખાચર, સર્વ કુશળ મંગળ તો છે ને ?“ સ્વામીશ્રીનાં આ સવાલથી વાઘાખાચરનાં ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ.

વાઘા ખાચરે અતિદીન સ્વરે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે, “હે ગોપાળાનંદ સ્વામી ! પાછલાં ત્રણ વર્ષોથી દુકાળનાં કારણે ગામલોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે. અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ સંતો ક્યારેક સાળંગપુર આવે તો છે પરંતુ રોકાણ નથી કરી શકતા. તે કારણે સત્સંગનો પણ દુકાળ થયો છે.”

ભગવાન સ્વામિનારાયાણનાં પ્રસાદીભૂત સાળંગપુર ગામ અને ગામલોકોની નાજૂક પરિસ્થિતિ સાંભળી સદ્ગુરુ સંત ગોપાળાનંદ સ્વામીનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેમણે વાઘાખાચરને કહ્યું, “સાળંગપુરનિવાસીઓ, હું તમને પ્રતાપી દેવની સ્થાપના અહીં કરી આપું છું. જે તમારાં બધાં જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે. તેમનાં દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે.”

પહેલાં તો વાઘાખાચર અને ગામલોકોને આ વાતમાં સમજ પડી નહિ. તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, “તમારા બધા કષ્ટોનું ભંજન કરવાવાળા શ્રીહનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરું છું. તેમની મૂર્તિનાં દર્શનથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે.” આ વાત સાંભળીને વાઘાખાચર ભાવવિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનુ મસ્તક મુકી પોતાને અતિધન્ય માનવા લાગ્યા.

ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું. આમ, મૂર્તિ નિર્માણ અને મંદિર નિર્માણનું કાર્ય ચાલુ થયું. પરમ ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીનાં હસ્તે જે કાર્ય થઈ રહ્યું હોય તેમાં કયું વિઘ્ન આવી શકે ?

મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવત્ 1905નાં આસો વદ પાંચમનાં દિવસે શાસ્ત્રોક્તવિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ યોજી સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠાવિધિનો આરંભ થયો.
શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે દેવ! અહીં ભગવાન શ્રીસ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાનાં કોઈ પણ પ્રકારનાં દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે તમામ આપનાં દર્શનથી દૂર થાય, તેમનું રક્ષણ થાય, તેઓ સુખ-સંપન્ન થાય તે માટે હે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આપ સદાય અહીં બિરાજો.”

‘શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની જય’નાં ગગનભેદી જયનાદ સાથે સાળંગપુરમાં હનુમાનદાદા બિરાજ્યા.

ત્યારપછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા (ટેકા માટેની લાકડી) હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ શાંત થઈ જશે.

ભગવાન સ્વામિનારાયણે સાળંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમનાં સંત ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સાળંગપુરધામ બનાવ્યું.

શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે દેવ! અહીં ભગવાન શ્રીસ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાનાં કોઈ પણ પ્રકારનાં દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે તમામ આપનાં દર્શનથી દૂર થાય, તેમનું રક્ષણ થાય, તેઓ સુખ-સંપન્ન થાય તે માટે હે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આપ સદાય અહીં બિરાજો.”

‘શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની જય’નાં ગગનભેદી જયનાદ સાથે સાળંગપુરમાં હનુમાનદાદા બિરાજ્યા.

ત્યારપછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા (ટેકા માટેની લાકડી) હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ શાંત થઈ જશે.

ભગવાન સ્વામિનારાયણે સાળંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું

સાળંગપુર નો ઇતિહાસ | સાળંગપુર | History Of salangpurdham | Nikunj Makvana | Bhakti |ભક્તિ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ઊંચા કોટડા | માં ચામુંડા દર્શન | હોસ્પિટલ Part -2 | Nikunj Makvana #minivlog #chamunda #chamunda_maa

ઊંચા કોટડા | માં ચામુંડા દર્શન | હોસ્પિટલ Part -2 | Nikunj Makvana #minivlog #chamunda #chamunda_maa

Mangla Aarti Darshan Salangpur Date 15 04 2025

Mangla Aarti Darshan Salangpur Date 15 04 2025

૨૦૨૫ માં સુરત માં ફરી આવાસ યોજના | ૧૩૮૦ આવાસ ની યોજના | સુરત આવાસ યોજના | Nikunj Makvana #avashyojna

૨૦૨૫ માં સુરત માં ફરી આવાસ યોજના | ૧૩૮૦ આવાસ ની યોજના | સુરત આવાસ યોજના | Nikunj Makvana #avashyojna

HISTORY OF SALANGPUR HANUMANJI KASHTBHANJAN DEV | Exclusively Detailed History In Hindi

HISTORY OF SALANGPUR HANUMANJI KASHTBHANJAN DEV | Exclusively Detailed History In Hindi

💗कष्टभंजन  देव💙 सारंगपुर हनुमान मंदिर (husband🌸 और papa ke 🌿sath Gum Gam) #like #commen#subscribe 🛕

💗कष्टभंजन देव💙 सारंगपुर हनुमान मंदिर (husband🌸 और papa ke 🌿sath Gum Gam) #like #commen#subscribe 🛕

હોસ્પિટલ માં એડમિટ part -1 | Hospital Part -1 | નિકુંજ હોસ્પિટલ માં એડમિટ | Nikunj Makvana

હોસ્પિટલ માં એડમિટ part -1 | Hospital Part -1 | નિકુંજ હોસ્પિટલ માં એડમિટ | Nikunj Makvana

પારનેરા ડુંગર વલસાડ || ત્રણમુખ વાળી માં ચામુંડા || Parnera || Nikunj Makvana#chamunda #parnera #new

પારનેરા ડુંગર વલસાડ || ત્રણમુખ વાળી માં ચામુંડા || Parnera || Nikunj Makvana#chamunda #parnera #new

આજે તો ગ્યા ઘર થી 162 km દુર ફરવા / 162 km dur farva 🤩😱 #vlogs #youtube #supportme #vloging #india

આજે તો ગ્યા ઘર થી 162 km દુર ફરવા / 162 km dur farva 🤩😱 #vlogs #youtube #supportme #vloging #india

दिल्ली के छतरपुर में स्थित हनुमान जी की प्रतिमा 101 फीट ऊँची है Chhatarpur Temple || vlog -42 ||

दिल्ली के छतरपुर में स्थित हनुमान जी की प्रतिमा 101 फीट ऊँची है Chhatarpur Temple || vlog -42 ||

सूरत आवास का ड्रॉ हो गया अब क्या करे // Nikunj Makvana // Surat avash 2025

सूरत आवास का ड्रॉ हो गया अब क्या करे // Nikunj Makvana // Surat avash 2025

Aarti Darshan Salangpur Date 02 01 2025

Aarti Darshan Salangpur Date 02 01 2025

આજે અમે સાળંગપુર ગયાં 🙏|IshuTvishuVlog

આજે અમે સાળંગપુર ગયાં 🙏|IshuTvishuVlog

સુરત માં ફરી વાર આવાસ યોજના 2025 // સુડા ભવન દ્વારા આવાસ યોજના 2025 // સુડા આવાસ // Nikunj Makvana

સુરત માં ફરી વાર આવાસ યોજના 2025 // સુડા ભવન દ્વારા આવાસ યોજના 2025 // સુડા આવાસ // Nikunj Makvana

Sarangpur Hanuman Dham Complete Tour Guide | Sarangpur Hanuman Live | Sarangpur Hanuman Gujarat

Sarangpur Hanuman Dham Complete Tour Guide | Sarangpur Hanuman Live | Sarangpur Hanuman Gujarat

ન્યુરામદેવસ્ટુડિયોદડીયાપ્રસ્તુતશ્રીરામદેવજીમહારાજ બીજનીમીત્તેસંતવાણીકલાકારવિપુલ પ્રજાપતિઅલ્પાપરમાર

ન્યુરામદેવસ્ટુડિયોદડીયાપ્રસ્તુતશ્રીરામદેવજીમહારાજ બીજનીમીત્તેસંતવાણીકલાકારવિપુલ પ્રજાપતિઅલ્પાપરમાર

Hariprakash Swami | પહેલીવાર હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી સાથેનો અનુભવ જણાવ્યો, @salangpurhanumanji

Hariprakash Swami | પહેલીવાર હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી સાથેનો અનુભવ જણાવ્યો, @salangpurhanumanji

Dakor | Ranchhodray Temple | Gomti Lake | Swaminarayan Mandir Vadtal | Manish Solanki Vlogs

Dakor | Ranchhodray Temple | Gomti Lake | Swaminarayan Mandir Vadtal | Manish Solanki Vlogs

Bhajan Satsang || Posh Sud Ekam || Bhedapipaliya || 21/12/2025 || 9 AM || Jayantirambapa

Bhajan Satsang || Posh Sud Ekam || Bhedapipaliya || 21/12/2025 || 9 AM || Jayantirambapa

रात में यहाँ क्या देखा… यकीन नहीं होगा! 😱 | ABPS Swaminarayan Mandir | Explore With Pooja Official

रात में यहाँ क्या देखा… यकीन नहीं होगा! 😱 | ABPS Swaminarayan Mandir | Explore With Pooja Official

Sarangpur Hanumanji Temple

Sarangpur Hanumanji Temple

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]