Ho Raj Mane Lagyo Sahjanandi Rang | Bhujmandir Kirtan | Swaminarayan Kirtan
Автор: Lalji Ahir
Загружено: 2020-06-28
Просмотров: 15036
હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ,
દાદાને દરબારે લીંબતરુ તળે ઘૂંટાયો સહજાનંદી રંગ,
એવા ઘેલાને ઘાટે ને વડતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ,
દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ ...............૧
વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભળ્યો સહજાનંદી રંગ,
એવા સત્સંગની ખાતર થયેલા શહીદોમાં ભળ્યો સહજાનંદી રંગ,
દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ ................૨
વચનામૃતના પાને પાનેથી વહાવ્યો સહજાનંદી રંગ,
એવા મુમુક્ષુ માનવના મૃદુલ હૈયામાં ફેલાયો સહજાનંદી રંગ,
દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .................૩
ધાડુંના પાડનારા પત્થર હૃદયને સ્પર્શ્યો સહજાનંદી રંગ,
એવા ભાલાને બદલે માળા ગ્રહી તેનું કારણ સહજાનંદી રંગ,
દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .................૪
માનવના મન મનમાં ધરતીના કણકણમાં પ્રગટ્યો સહજાનંદી રંગ,
એવા હિંસાના હૈયામાં મમતાના મસ્તકમાં ધબક્યો સહજાનંદી રંગ,
દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ .....હો રાજ .................૫
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: