Gopalanand Swami ni Vato P-3, V-33 | 23 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-11-22
Просмотров: 791
Title : સેવાનો અભીનિવેશ એ અક્ષરધામની પ્રાપ્તિ
• અહીંયા આ લોકમાં ભક્તની જેવી ઈચ્છા હોય કે જે પ્રધાન હોય કે જેવી વાસના હોય એ પ્રમાણે મહારાજ એને લઈને ત્યાં મૂકે છે પણ એની ઈચ્છાને ફેરવતા નથી
• પુણ્ય પ્રદર્શન વૃત્તિ એટલે કે આપણામાં જે સારું હોય એને બતાવવાની વૃત્તિ, એ હોય તો મહારાજ રાજી થતા નથી
• મૃત્યુ પછી ત્રણ વિઘ્નો છે એક તો કેવલ્યાર્થી બની જાય અથવા ઐશ્વર્યામાં આશક્ત થઈ જાય અથવા બીજા ધામમાં જતા રહે
• ધર્મ પાળવાની, તપ કરવાની કે બીજા સાધનો કરવાની ઈચ્છા ભગવાનની ઈચ્છાને ઉપરવટ થઈને હોય તો અક્ષરધામની પ્રાપ્તિ ન થાય ને બીજા લોકમાં જાય
• મૃત્યુ શોભે છે અને નથી શોભતું એનું કારણ ભક્તિ નથી પણ હૃદયમાં ચાલતા યુગના ધર્મો છે અને ત્રણ ગુણની પ્રવૃત્તિ છે
• સરસ થાવું અને સરસાઈ બતાવવી એ બંનેમાં બહુ ફેર છે
• ભગવાનના ભક્તે બધા કરતા સરસ થવાની ઈચ્છા તો જરૂર રાખવી જોઈએ અને થવું પણ જોઈએ પણ કોઈની સાથે comparison કરીને નહીં કેવલ મહારાજને રાજી કરવા માટે
• નિર્વાસનિક પુરુષનો સંગ હોય તો ધામમાં લઈ જાય, નહીં તો એ જ્યાં જાય ત્યાં લઈ જાય
• સેવા નિષ્ઠા છે એટલે કે બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં મહારાજની સેવા કરવી છે એવો અભિનવેશ હોય એ જ મૃત્યુ પછી ધામની પ્રાપ્તિમાં કામમાં આવે છે
• મહારાજની ઈચ્છાથી ઉપરવટ થઈને ધર્મ, તપ વગેરે પણ અહમ્ વધારવા માટે થાય છે
• ચાતુર્માસના નિયમ લઈએ ત્યારે એવો પણ સંકલ્પ કરવાનો હોય છે કે, હે ! મહારાજ જો વચમાં દેહ પડી જાય અને નિયમ પુરા ન થાય તો તમે પુરા માની લેજો કારણ કે હું તો કેવળ તમને રાજી કરવા માટે જ કરું છું
• અંત:કાળે અક્ષરધામમાં મહારાજની સેવા સિવાયનો આ લોકનો બીજો કોઈ પણ શુભ સંકલ્પ હોય તો પણ એ વિઘ્નરૂપ થાય છે
• પુણ્ય પ્રદર્શન વૃત્તિ એ વાલીના દ્રષ્ટાંતે સમજાવી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: