Jhaverchand Meghani : Devotional-songs (ભજન) (audio)
Автор: Pinaki Meghani
Загружено: 2021-02-03
Просмотров: 2216
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત :
---
`સોરઠી સંતવાણી’ (audio)
[ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ચૂંટેલા 12 પ્રાચીન ભજનો ]
---
01. ગુરુ ! તારો પાર ન પાયો (દેવાયત પંડિત)
02. અજરા કાંઈ જર્યા નહીં જાય
03. કલેજા કટારી રે (દાસી જીવણ)
04. મેં તો સધ રે જાણીને તમને સેવિયા (અમરમા)
05. બેની ! મુંને ભીતર સદગુરુ મળિયા રે (લખીરામ)
06. જેને દીઠે નેણલાં ઠરે (લખમા માળી)
07. જેસલ, કરી લે વિચાર (જેસલ-તોરલ)
08. પાપ તારું પરકાશ, જાડેજા (જેસલ-તોરલ)
09. રોઈ રોઈ કેને સંભળાવું રે (જેસલ-તોરલ)
10. મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે (ગંગાસતી)
11. વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ ! (ગંગાસતી)
12. વાગે ભડાકા ભારી ભજનના (હરજી ભાટી)
---
કંઠ : અભેસિંહ રાઠોડ, સ્વ. પદ્મશ્રી દિવાળીબેન ભીલ, દમયંતીબેન બરડાઈ, ભારતીબેન વ્યાસ, લલિતાબેન ઘોડાદ્રા
સંગીત : પંકજ ભટ્ટ
પરિકલ્પના : સ્વ. કુસુમબેન મેઘાણી, પિનાકી મેઘાણી
નિર્માણ : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ
---
લોકસાહિત્યના સંશોધન અર્થે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં 104 પ્રાચીન ભજનોનાં સંગ્રહ `સોરઠી સંતવાણી'નું લેખન-કાર્ય પૂર્ણ થયું ને નિધન (09 માર્ચ 1947)ના આગલે દિવસે જ 50 પાનાંનાં પ્રવેશકનાં પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં.
છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું. કહે છે કે છેલ્લે પોતે નવાં કાવ્યો લખતા ન હતા, કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા. ભજનો માટેનો એમનો અનુરાગ ઘણાં વર્ષોથી જીવતો પડ્યો હતો અને એમની તમામ લેખનપ્રવૃત્તિના પડ નીચે એનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો. વર્ષો પૂર્વેની ટાંચણપોથીઓમાં પડેલી અપાર સામગ્રીમાંથી આ પુસ્તકના બીજા ત્રણ-ચાર સંગ્રહો તૈયાર કરી દેવાની એમની ઈચ્છા હતી. `લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે’ તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીસભર કહેતા.
ઝવેરચંદ મેઘાણીની પ્રથમ માસિક પુણ્યતિથિ (09 એપ્રિલ 1947)ના રોજ એમની અંતિમ કૃતિ `સોરઠી સંતવાણી’ પ્રગટ થઈ.
---
© 2011, Owner, Producer and Licensor : Pinaki Meghani • Jhaverchand Meghani Smruti Sansthan. All Rights Reserved.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: