ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.જનમ ના દિવસનું સુંદર ભજન છે.અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.વડોદરા.
Автор: pinal patel
Загружено: 2025-08-14
Просмотров: 24698
મારો જનમ દિવસ છે આજ ,રાધા રાની શું લેશો. (2)
શું લેશો રાધા શું લેશો.....મારો જનમ.....
જે પણ આપો તેમ આજ, કાના હું નહી લઉં.....મારો જનમ દિવસ છે.........
ચાંદીની તને ઝાંઝરી અપાવી દઉં, છમછમ કરે છે અવાજ રાધા રાની શું લેશો
ઝાંઝરી તો હું પહેરીને આવી, મને બીછીયા
અપાવી દઉં આજ, કાના હું નહીં માનું
મારો જનમ દિવસ છે........
લાલ લાલ, લીલી લીલી બંગડી અપાવી દઉં, ખનખન કરે અવાજ, રાધા રાની શું લેશો
બંગડી તો હું પહેરીને આવી, મને ચુડલો અપાવી દે આજ, કાના હું નહી માનું
મારો જનમ દિવસ છે.......
લાલ લાલ, ચમકતી બિંદી અપાવી દઉં
અપાવું સોનાનો તાજ, કાના હું નહીં માનું
બિંદી તો હું લગાવીને આવી, મને ગજરો અપાવી દે આજ, કાના હું નહીં માનું
મારો જનમ દિવસ છે.......
કાનો કહે છે સાંભળ મારી રાધા
મારા હૈયે પર તમારું રાજ , રાધા રાની શું લેશો
કંઈ ન આપો તમે શ્યામ, હવે હું માની ગઈ
મારો જનમ દિવસ છે આજ, રાધા રાની શું લેશો
શું લેશો રાધા શું લેશો....મારો જનમ દિવસ છે આજ રાધા રાની શું લેશો
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: