@MannAaturi
Автор: Mann Aaturi
Загружено: 2025-11-25
Просмотров: 177
@MannAaturi #pushtimarg #stotra#pushtimargiyasatsang શ્રીવલ્લભની દુર્બોધ વાણીસુબોધ કઈ રીતે થાય✨ મન આતુરી : ભાવથી ભરેલો પુષ્ટિમાર્ગીય સત્સંગ ✨
આ ચેનલ પર પુષ્ટિમાર્ગના મુખ્ય તત્ત્વ — સેવા, સ્મરણ, શાસ્ત્રીય સમજણ, વચનામૃત, પ્રસંગો, ઉત્સવ મહિમા, પુષ્ટિ સાહિત્ય અને શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુની વાણી — સરળ ભાષામાં અને ભાવસભર રીતે રજૂ કરવામાં આવે છે.
અહીં આપને મળશે :
દિવ્ય પુષ્ટિમાર્ગ satsang
વલ્લભકુલ-વાણી નું સરળ અર્થઘટન
પુષ્ટિ સાહિત્ય ખજાનો શ્રેણી
વચનામૃત, સ્તોત્ર, પાઠ, મહિમા
ઉત્સવના રહસ્યો અને દૈનિક ભક્તિ માર્ગદર્શન
શ્રીમદ વલ્લભાચાર્ય – ગોસ્વામી શકાઓનું ઉપદેશ સાર
પ્રભુપ્રેમ, શાંતિ અને માર્ગની સમજણ વધારતું —
મનને પ્રભુ સુધી પહોંચાડે તેવું સત્સંગ સ્થાન.
#પુષ્ટિમાર્ગ #સત્સંગ #વલ્લભાચાર્ય #વચનામૃત #ગોસ્વામીશ્રી #પુષ્ટિસાહિત્ય #શ્રીકૃષ્ણ #નિત્યસેવા #શ્રીમદવલ્લભ #વૈષ્ણવ #ભાવભક્તિ #Satsang #Pushtimarg #Vallabhacharya🌺🌺🌴🌺🌺
શ્રીવલ્લભકુલનું મહત્વ
આ પૃથ્વી પર ભારત વર્ષમાં ત્રણ શ્રેષ્ઠ કુલ થયા
(૧) શ્રીરઘુકુલ
(૨) શ્રીયદુકુલ
(૩) શ્રીવલ્લભકુલ
શ્રીમદ્ આચાર્યચરણના વંશમાં શ્રીગુસાંઇજીના સાતે લાલજી અને સાતે ઘરનો વંશ વિસ્તાર છેg. જેમાં આજે પણ લગભગ ૨૫૦ ગોસ્ વામી બાલકો વિદ્યમાન છેg*. *શ્રીગુસાંઇજીએ બતાવ્યું છે કે શ્રીમહાપ્રભુજીએ પોતાના વંશ માં જ અશેષ માહત્મ્યનું સ્થાપન કર્યું છે. માટે જ અત્યારે દરેક વિદ્યમાન સર્વ બાલકોમાં શ્રીવલ્લભ બિરાજમાન છે.g
શ્રીવલ્લભના વંશમાં પરંપરા છે. પિતાજ પુત્રરૂપે જન્મે છે. વિજ્ઞાન પણ વારસાનો સ્વીકાર કરે છેg. પુત્રને શિષ્ય કરતાં બેવડો લાભ છે. પિતાના ગુણો — જ્ઞાન —સ્વરૂપનો સીધો વારસો જન્મથીજ પિતાની છત્રછાયામાં વાતાવરણ દ્વારા ઘડતર મળે છે. શિષ્યને વાતાવરણ મળે છે પરંતુ વારસો મળતો નથી આથી જ પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુ ગૃહસ્થ છે અને સંપ્રદાયમાં ગુરુપદ વંશ પરંપરા છે, શિષ્ય પરંપરા નથીg. શ્રીવલ્લભાચાર્યજી કેવળ ગુરુ નથી જગદગુરુ છેg. ઉત્તમ ગુરુના અભાવમાં શ્રીપ્રભુ પોતેજ પ્રભુની મૂર્તિ શ્રીહરિરૂપ છે તેમને જ ગુરુરૂપ સમજવા, તેમની સેવા કરવાથી ગુરુરૂપ શિક્ષા મળે છે. શ્રીવલ્લભ વંશ જ શ્રીવલ્લભાચાર્યજીના પ્રતિનિધિ સ્વરૂપે જ બ્રહ્મસંબંધ આપે છે સ્વતંત્ર સ્વરૂપે નહી. એક વલ્લભ વંશજ દ્વારા અપાયેલું બ્રહ્મસંબંધ શ્રીવલ્લભાચાર્યજી દ્વારા જ થયેલું છે તેમ માણવુંg. શ્રીઠાકોરજી સાથે થયેલું બ્રહ્મસંબંધ એ જીવાત્માનું લગ્ન છે.g
ગુરુ
( શ્રીમહાપ્રભુજી, શ્રીગોપીનાથજી, શ્રીગુસાંઇજી, સાતલાલજીઓ, શ્રીહરિરાયજી, શ્રીપુરુષોત્તમજી પ્રભૃતિ મહાનુભાવો) દ્વારા ઉપદેશાયેલ પ્રકારથી પ્રભુની સેવા કરવી. પ્રભુ ને ગમે તે સેવા . પ્રભુને શું ગમે તેનું જ્ઞાન આપણને નથી , તે ગુરુવર્ય શ્રીમહાપ્રભુજીને છે.g
આજ કારણે દરેક વૈષ્ણવે શ્રીવલ્લભકુળ ગોસ્વામી બાળકમાં દૃઢ આશ્રય રાખવો જોઇએ. દરેક વૈષ્ણવે પોતાન અનન્ય કર્તવ્ય સમજી સદા શ્રીવલ્લભકુળને શરણે જ રહેવુંg
🌺🌺🌴🌺🌺
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: