ICEની જેલમાં બંધ આ યુવતી USમાં કેમ ચર્ચાસ્પદ બની ગઈ?
Автор: I am Gujarat
Загружено: 2025-11-27
Просмотров: 2112
બ્રુના ફરેરા નામની 33 વર્ષની યુવતી હાલ ICEની લ્યૂઝિયાનામાં આવેલી જેલમાં બંધ છે, તેની ધરપકડ થઈ ત્યારે તો કોઈએ આ ઘટનાની ખાસ નોંધ નહોતી લીધી પરંતુ અરેસ્ટથી બચવા માટે બ્રુનાએ જેનું નામ આપવાની કોશીશ કરી હતી તે જ વ્યક્તિને કારણે હાલ તે આખાય અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. બ્રુના મૂળ બ્રાઝિલની છે અને તે નાનપણમાં જ અમેરિકા આવી ગઈ હતી અને એક અમેરિકનની જેમ જ તે ઉછરી હતી. તે હાઈસ્કૂલ દરમિયાન ટેનિસ રમતી હતી અને ભણવાનું પૂરું થયા બાદ તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું, 20 વર્ષની ઉંમરે જ તે એક અમેરિકનના પ્રેમમાં પડી હતી, તેની સાથે તેણે લગ્ન કર્યા હતા પરંતુ એક જ વર્ષમાં તે પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી, અને 2014માં ફરી કોઈના પ્રેમમાં પડી હતી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: