મૂળ ચરોતરના અને પેન્સિલવેનિયામાં સ્ટોર ચલાવતા ગુજરાતી સાત મહિના જેલમાં રહી ડિપોર્ટ થયા
Автор: I am Gujarat
Загружено: 2025-12-23
Просмотров: 3527
અમેરિકામાં જો તમારી પાસે લાખો ડોલરનું બેલેન્સ હશે, સારો બિઝનેસ હશે અને ગમે તેટલી વગ હશે તો પણ એકવાર ICEની ઝપટે ચઢ્યા બાદ ડિપોર્ટેશનથી બચવું મુશ્કેલ થઈ શકે છે. ફેમિલી સાથે વર્ષોથી અમેરિકામાં રહેતા અને ત્યાં પોતાના ચાર જેટલા સ્ટોર્સ ધરાવતા પેન્સિલવેનિયાના એક ગુજરાતી સાથે પણ કંઈક આવું જ થયું છે. લગભગ 45-50 વર્ષ જેટલી ઉંમર ધરાવતા આ ગુજરાતી સાત મહિના સુધી જેલમાં રહ્યા બાદ આખરે ડિપોર્ટ થયા છે. IamGujaratને મળેલી માહિતી અનુસાર મૂળ ચરોતરના આ ગુજરાતી 2003માં મેક્સિકોવાળી લાઈનથી અમેરિકા પહોંચ્યા હતા અને તેના થોડા સમય બાદ તેમની પત્નીને પણ ઈન્ડિયાથી બોલાવી હતી. યુએસમાં જ તેમને ત્યાં બે બાળકોનો જન્મ થયો હતો પરંતુ અમેરિકામાં વર્ષો કાઢ્યા બાદ પણ આ કપલ કોઈપણ રીતે લીગલ સ્ટેટસ પ્રાપ્ત નહોતું કરી શક્યું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: