શિક્ષણ-તજજ્ઞ સાથે સંવાદ ડૉ. ટી. એસ. જોશી (વિષય: ગિજુભાઈ બધેકા)| Ramesh Tanna | Navi Savar
Автор: Navi Savar
Загружено: 2025-11-14
Просмотров: 993
કોઈ પણ સમાજ કેટલો સ્વસ્થ છે એ જોવું હોય તો એ સમાજમાં બાળકો, મહિલાઓ અને વડીલો (વૃધ્ધો) સાથે કેવું વર્તન થાય છે તે તપાસી લેવું.
બાળ ઉછેર અને બાળ કેળવણીએ બે વિષયો કોઈ પણ રાષ્ટ્ર માટે સૌથી મહત્ત્વના હોય છે. જે રાષ્ટ્રનું બાળપણ બગડ્યું એ રાષ્ટ્રનું બધું બગડ્યું. કૂવામાં હોય એવું હવાડામાં આવે. જેવું બાળક હશે તેવો ભવિષ્યનો નાગરિક બનશે.
આધુનિક જમાનામાં બાળપણ નંદવાયું છે, વેરવિખેર થયું છે, લથડ્યું છે તેને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
આવી સ્થિતિમાં આપણે ગિજુભાઈ બધેકાનું સ્મરણ કરીને નવેસરથી બાળપણ અંગે વિચાર કરવા જેવો છે.
કોણ હતા આ ગિજુભાઈ બધેકા ?
15મી નવેમ્બર, 1885ના રોજ ભાવનગરના વલ્લભીપુરમાં તેમનો જન્મ. ભાવનગરમાં ભણીને ગિજુભાઈ વકીલ બનેલા. સુરેન્દ્રનગરમાં વકીલાત કરી. કમાવા માટે આફ્રિકા ગયેલા. ત્યાં ઘણી નોકરીઓ કરી હતી.
ભારત પરત આવ્યા પછી લખતા થયા. વસંત અને જ્ઞાનસુધા માસિકોમાં કાવ્યો લખ્યા હતા. 1910માં નાનાભાઈ ભટ્ટે ભાવનગરમાં દક્ષિણા મૂર્તિ સંસ્થાની સ્થાપના કરી હતી. 1915માં એનું બંધારણ ગિજુભાઈએ ઘડેલું. પોતાના સંતાનોના અભ્યાસ અને ઘડતર અંગે તેઓ સક્રિય થયા હતા. તેમનામાં બાળપ્રેમ સહજ હતો. 1916માં ગિજુભાઈ દક્ષિણા મૂર્તિ સંસ્થાના આજીવન સભ્ય થઈ ગયા હતા.
ગિજુભાઈને બાળ કેળવણીમાં ખૂબ રસ પડ્યો. તેઓ મોતીભાઈ અમીનનું કામ જોવા વસો ગયા હતા. અહીં તેમણે બાળ શાળાની મુલાકાત લીધી. તે પછી તેમણે છોટુભાઈ પુરાણી પાસેથી મોન્ટેસરી શિક્ષણ પધ્ધતિ વિશે વાંચન કર્યું અને દક્ષિણા મૂર્તિ સંસ્થામાં સહાયક ગૃહપતિ અને વિનય મંદિરના આચાર્ય બન્યા. દક્ષિણા મૂર્તિ હસ્તલિખિત સામયિકમાં તેમણે બાળ કેળવણી વિશે લેખો લખવાના શરુ કર્યા.
1921માં બાળ શાળાની શરુઆત થઈ. શિક્ષકો તૈયાર કરવા માટે ગિજુભાઈ લાગી ગયા. 1925માં ભરાયેલા પ્રથમ મોન્ટેસરી સંમેલનમાં તેમણે હાજરી આપી અને નૂતન બાળ શિક્ષણ સંઘની સ્થાપના કરી હતી.
ગિજુભાઈએ આ સંઘનું મુખપત્ર શિક્ષણ પત્રિકા પણ શરુ કર્યું હતું.
નાનાભાઈ ભટ્ટે, ગિજુભાઈ દક્ષિણા મૂર્તિમાં જોડાયા પછી સરસ વાત કરી હતીઃ આ સંસ્થાનો મેં દેહ ભર્યો છે, પણ તેમાં પ્રાણ ગિજુભાઈ પૂરશે.
ખરેખર એવું જ થયું હતું, તેમાં ગિજુભાઈએ પ્રાણ પૂર્યા હતા.
ચાલણ ગાડી... ગિજુભાઈનું આ પુસ્તક અમર બની ગયું હતું. બાળ શિક્ષણના તેમણે અનેક પુસ્તકો લખ્યા હતા. બાળ વાર્તાઓની તો વાત જ થાય એવી નહોતી. બાળ વાર્તા દ્વારા કેવી રીતે બાળકોને કેળવી શકાય તે ગિજુભાઈ પાસેથી શીખવા જેવું છે.
મા-બાપોને, મા-બાપોના પ્રશ્નો, મા-બાપ થવું આકરું છે વગેરે તેમનાં પુસ્તકો, ડિજિટલ પેઢીનાં માતા-પિતાને પણ ખૂબ જ ઉપયોગી થાય તેવા પુસ્તકો છે. તેમનાં તમામ પુસ્તકો અર્થપૂર્ણ છે. દિવાસ્વપ્ન તો શિરમોર છે.
1924માં ગાંધીજીએ બાળ પોથી લખી હતી. તેમણે એ બાળ પોથી ગિજુભાઈને જોવા મોકલી. ગિજુભાઈને એ નહોતી ગમી. એ પછી તેમણે ચાલણ ગાડી તૈયાર કરી.
ગિજુભાઈ મૂછાળી મા હતા. ગિજુભાઈ બાળકોના વકીલ હતા.
ગિજુભાઈ બાળકો સાથે એકરુપ થઈ જતા. ખૂબ સરસ રીતે વાર્તાઓ કહેતા. નાટકો કરતા. બાળકો સાથે નાચતા, બાળકો સાથે રમતા. બાળકોને ગીતો ગવડાવતા. બાળકો તેમના માટે સર્વસ્વ હતું.
1936માં બરાબર વીસ વર્ષે તેઓ દક્ષિણા મૂર્તિમાંથી નિવૃત્ત થયા હતા.
કાકાસાહેબ કાલેલકર તો તેમને બાલ સાહિત્યના બ્રહ્મા કહેતા.
તેમને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો.
તેમના અનેક પુસ્તકો ખૂબ જાણીતાં છે. તેમની બાળ વાર્તાઓ આજે પણ સાંભળવી અને બાળકોને કહેવી ગમે છે.
આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેવાય છે. ગિજુભાઈએ એક નવી વાત કહી. બાળ દેવો ભવઃ
મેડમ મોન્ટેસરીએ તેમને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, તેઓ મહાન બાળપ્રેમી હતા. બાળકોને સ્વાતંત્ર્ય મળે અને સૂઝ મળે તે માટે તેમણે કોઈ પણ મુસીબતોને ગણકારી નહોતી. બાળકોનું હિત જેમના હૈયે છે એવા સૌના હૃદયમાં તેમનું સ્થાન ચિરંજીવ રહેેશે.
તેઓ ખૂબ વહેલા ગયા. 54 વર્ષે વિદાય લીધી. જોકે, 54 વર્ષમાં તેઓ 108 વર્ષનું કામ કરીને ગયા હતા. તેમને દમનો રોગ હતો. એ રોગે આપણી પાસેથી તેમને છીનવી લીધા. પોતાના મૃત્યુના બે દિવસ પહેલાં તેમણે પોતાનાં સંતાનોને કહ્યું હતું કે, મારા મૃત્યુ પછી કોઈ રડશો નહીં. જીવન શાશ્વત નથી. હું મારો હિસાબ પૂરો કરું છું.
એ હિસાબમાં ઘણી કિતાબો પણ છે. ગુજરાતે એ કિતાબો ફરીથી વાંચવા જેવી છે. જોકે, દુઃખ સાથે કહેવું પડે તેમ છે કે, ગુજરાત ગિજુભાઈને ઝડપથી ભૂલી ગયું. ખરેખર તો ગુજરાતને એ ખબર જ પડતી નથી કે, કોને યાદ રાખવા જોઈએ અને કોને ભૂલી જવા જોઈએ. બરાબર છે, જીવનમાં અર્થ ઉપાર્જન અને સંપત્તિનું સર્જન જરુરી છે, પરંતુ તમે ધીરુભાઈને આદર્શ માનો અને ગિજુભાઈને ભૂલી જાઓ એ કેમ ચાલે ?
*
ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ.જોશી ગિજુભાઈ બધેકાને ઘોળીને પી ગયા છે. ગિજુભાઈ અંગેનાં ઘણાં પુસ્તકોનું પણ તેમણે સંપાદન કર્યું છે. તેમણે ચાર દાયકા શિક્ષણને સમપ્રિત કર્યા છે. નવી સવારે માત્રને માત્ર ગિજુભાઈ બધેકા વિશે તેમની સાથે સંવાદ કર્યો છે. ચોક્કસ તમને ગમશે. ડૉ. ટી.એસ.જોશીનો સંપર્ક નંબર 9909971638 છે.
પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
રમેશ તન્ના પત્રકાર, લેખક, સંપાદક, વક્તા અને સમાજસેવક છે. તેમનો જન્મ 1 ડિસેમ્બર 1966ના રોજ પાટણ જિલ્લાના અમરાપુર ગામે થયો. માતા-પિતાથી મેળેલા સંસ્કાર અને ગામથી મળેલા સામાજિક દાયિત્વને જીવનમાં ઉતાર્યા. બી.કૉમ પછી તેમણે પત્રકારત્વમાં સ્નાતક તથા ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર પૂર્ણ કર્યું અને ત્યાં બે વર્ષ વ્યાખ્યાતા રહ્યા. સ્વતંત્ર લેખન માટે નોકરી છોડી અને અનેક અખબારોમાં મુક્ત લખાણ કર્યું. 'અમદાવાદ ટુડે' અને 'સંગોષ્ઠિ ફીચર્સ'નું સંચાલન કર્યા પછી 1999–2013 દરમ્યાન અમેરિકાના ‘ગુજરાત ટાઇમ્સ’માં તંત્રી તરીકે સેવા આપી.
#PositiveStorieswithRameshTanna #dadabhagvansatsang #RameshTanna
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: