માતા મીનળ દેવ ને ખોળે રમવા આવ્યા👇bhajansong
Автор: i khodiyar official
Загружено: 2026-01-15
Просмотров: 2750
રણુજાના રાજા રામદેવ એનું નામ
પોકરણ ગઢમાં પ્રગટ્યાને થઈ ગયા હિન્દવાપીર
રાજા અજમલજી ને બોલીએ બંધાણા
વાંઝીયા ના મેણા મારા વાલા એ રે ભાંગીયા
કુમ્ કુમ્ પગલે પધારે રામાપીર પોકરણ ગઢમાં પ્રગટીયા ને થઈ ગયા હિન્દવાપીર
રામદેવ વિરમદેવ બંને ભાઈ સાથમા માતા રે મીનળદેવ ના ખોળે રે રમતાં
ઉકળતી દેગ ઉતારે રામાપીર પોકરણ ગઢમાં પ્રગટ્યા ને થઈ ગયા હિન્દવાપીર
કપડાનો ઘોડીલો પીરે ઉડાડ્યો રાજના દરજીડાને જેલ મારે પુરીઓ
પોકાર કરે ત્યાં એના બંધન તૂટી જાય પોકરણ ગઢમાં પ્રગટીયા ને થઈ જાય હિન્દવાપીર
લાખો વણજારો પીર પોય્ઠું લઈને ફરતો રણુજાના રામ સાથે જૂઠું રે બોલતો
મિસરીનું લુણ બનાવે રામાપીર પોકરણ ગઢમાં પ્રગટીયા ને થઈ ગયા હિન્દવાપીર
ઘોર જંગલમાં ગુરુ બાળીનાથ ધાર્યો ઘોડીલે સડીને પીરે ભેરવાને માર્યો
ભૂમિનો ભાર ઉતારે રામાપીર પોકરણ ગઢમાં પ્રગટીયા ને થઈ ગયા હિન્દવાપીર
ઉમરકોટના રાજા સોઢા ને મળ્યા રાણીને નેતલ દેના દુખડા રે ટાળીયા
હાથ રે જાલે ત્યાં કાયા હેમની રે થાય પોકરણ ગઢમાં પ્રગટીયા ને થઈ ગયા હિન્દવાપીર
બેની રે સગુણા ને પરચુરે પૂરીઓ ભાણેજ ને પીરે સજીવન કર્યા
બેની રે સગુણા પીર ના ગુણ લા રે ગાય પોકરણ ગઢમાં પ્રગટાયા થઈ ગયા હિન્દવાપીર પીર
દિલ્હીનો બાદશાહ પરચો રે પૂરીયો 900 નગારા એના ઊંધારે નાખ્યા
મૃગલાને માર્યા પીરે નવ નવ લાખ પોકરણ ગઢમાં પ્રગટીયા ને થઈ ગયા હિન્દવાપીર.
🌷🙏🙏🙏🌷
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: