ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. અરે વાહ સુંદર ભજન છે સાંભળીને દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.
Автор: pinal patel
Загружено: 2026-01-08
Просмотров: 3908
વ્હાલાની જોઉં છું વાટ ઘરમાં ગમતું નથી.નવું ભજન સાંભળશો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar& comment અવશ્ય કરજો અને હાં કયારેય પણ subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
------------------ભજન---------------
રાગ--મેં તો ભુલ ચલી બાબુલ કા દેશ
મન ભમતું યમુનાજીને ઘાટ ઘરમાં મને ગમતું નથી (2)
મારા વ્હાલાની જોઉં છું વાટ ઘરમાં મને ગમતું નથી
તુલસીની માળા પહેરીને હું તો
કાનાને ભજતી હૈયે હરખાતી
હો....મારા હૈયે (2) હરિનો વાસ ઘરમાં મને ગમતું નથી
મન ભમતું યમુનાજીને....
મારા વ્હાલાની જોઉં......
વૃંદાવનની કુંજ ગલીમાં મેં તો
રાસ રમે છે ઞિરધારી નટવર
હો....એવા જોયા (2) મેં તો રૂડા ઠાઠ ઘરમાં મને ગમતું નથી
મન ભમતું યમુનાજીને....
મારા વ્હાલાની જોઉં.....
ગાયો ચરાવે મારો કાનો રે વનમાં
હાથમાં લાકડી લઈને ઘુમે રે વનમાં
હો....એવા જોયા (2) મેં મનહરના ઠાઠ ઘરમાં મને ગમતું નથી
મન ભમતું યમુનાજીને....
મારા વ્હાલાની જોઉં......
મીઠડી મધુરી મોરલી વગાડે
ભાન ભુલી ગઈ ગોપીની સાથે
હો....એવા સુણ્યા (2) મેં મધુરા નાદ ઘરમાં મને ગમતું નથી
મન ભમતું યમુનાજીને....
મારા વ્હાલાની જોઉં......
દાસ બનીને ચરણોમાં રહેવું
ભકિતના રંગે મારે રંગાવું
હો....હવે લેવો છે (2) ભકિતનો લ્હાવો ઘરમાં મને ગમતું નથી
મન ભમતું યમુનાજીને. ઘાટ ઘરમાં મને ગમતું નથી
મારા વ્હાલાની જોઉં છું વાટ ઘરમાં મને ગમતું નથી
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: