🙏 સાખી.. ભજન.. સાંવરિયા આશરો તમારો.. 🌹લખેલુ છે (
Автор: Sakhi Mandal Umalla
Загружено: 2026-01-10
Просмотров: 1884
સાખી..
હે મા શારદા વિનવું....
હે મા સરસ્વતી વિનવું....
ભજન મારે ગાવા છે
મારો કંઠ મા સારો દે
ભજન મારે ગાવા છે
મારા કંઠે નિવાસ કરો
સાવરીયા આશરો તમારો... તમારો
નાથ મારી નાવડી ને પાર ઉતારો
આવ્યો છું માયા મમતા ને મેલી
હાથ મારો ઝાલો હવે દુનિયાના બેલી
સાવરીયા આશરો તમારો..તમારો
નાથ મારી નાવડીને પાર ઉતારો
જીવનની નૈયા જોલા બહુ ખાતી
તારા વિના કોઈ નથી મારો સંગાથી
સાવરીયા આશરો તમારો
નાથ મારી નાવડી ને પાર ઉતારો
દિલના દયાળા તમે દયા થોડી લાવો
વિપત વેળાએ પ્રભુ વહેલા વહેલા આવો
સાવરીયા આશરો તમારો તમારો
નાથ મારી નાવડી ને પાર ઉતારો
અંતરમાં ધરજો અરજી અમારી
કરુણા કરજો ગોવર્ધનધારી
સાવરીયા આસરો તમારો...
નાથ મારી નાવડી....
મરજી તમારી મને મારો કે તારો
રાખ્યો છે તારો ભરોસો મારા વાલા
સાવરીયા આશરો...
નાથ મારી નાવડી ને....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: