H-1B વિઝાની અપોઈન્ટમેન્ટ્સ રદ થવાનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો, અમેરિકા ઈન્ડિયાનું માન રાખશે?
Автор: I am Gujarat
Загружено: 2025-12-27
Просмотров: 2708
અમેરિકાએ H-1B વિઝા ઈશ્યૂ અથવા રિન્યૂ કરવાના નિયમોમાં અચાનક કરેલા ફેરફારને કારણે હજારો ઈન્ડિયન્સ ભારે મુશ્કેલીમાં આવી જતાં આ મામલે આખરે ભારત સરકાર એક્ટિવ થઈ છે. જોકે, હાલ ઈન્ડિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખાસ્સા ઉતારચઢાવ ચાલી રહ્યા છે અને બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પણ ફાઈનલ નથી થઈ રહી ત્યારે H-1Bના મુદ્દે અમેરિકા ઈન્ડિયાનું કેટલું માન રાખે છે તેના પર સૌની નજર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે જણાવ્યું છે કે આ અંગે અનેક રજૂઆતો મળ્યા બાદ ભારતે ઈન્ડિયામાં કાર્યરત યુએસ એમ્બસીની સાથે વોશિગ્ટન ડીસીમાં પણ આ અંગે પોતાની ચિંતા રજૂ કરી છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: