શ્રી જીવિત નેમિનાથ સ્વામી જિનાલય જામનગર | અતિ પ્રાચીન જિનાલય | ચમત્કારી અને મનોકામના પૂર્ણ કરનારા
Автор: Kajal ni Vaato
Загружено: 2024-09-11
Просмотров: 22599
જીવિત શ્રી નેમિનાથ ભગવાન
જામનગર
જામનગરના કાજીના ચકલામાં શ્રી નેમિનાથજી ભગવાનનું દેરાસર અને તે દેરાસરમાં રહેલી પ્રાચીન મૂર્તિ પ્રતિમાજીની એક ઈતિહાસ ધરાવે છે.
જામનગરના વેપારી શેઠ મૂહણસિંહનો વેપાર ખુબ જ મોટા પ્રમાણમાં દરેક બંદરો ઉપર ફેલાયેલો હતો. આથી અવાર-નવાર શેઠ ને ધંધાર્થે દરિયાઈ સફર ખેડવી પડતી. એક વાર વહાણો ભરીને દ્વારકામાં વેપાર અર્થે મુકામ કર્યો. વહાણો ખાલી કર્યા ને તે વહાણોમાં દ્વારકામાંથી ખરીદ કરેલ રૂ ભર્યું. શેઠ પોતાના વહાણ ઉપર આવી તેના ખલાસીઓને વહાણો ચલાવવા હુકમ કરી પોતે પ્રતિક્રમણ કરવા બેસી ગયા.
ખલાસીઓ ભરતીની રાહ જોવા લાગ્યા તથા વહાણ હંકારવા માટે તેના લંગરો વગેરે ઉપાડી લેવાના કામમાં ગુંથાયા. વહાણના ખલાસીઓ જેવું વહાણનું લંગર ખેંચવા ગયા ત્યાં લંગર પાણીમાં કોઈ વસ્તુને ચોંટી રહેલું ખલાસીઓને લાગ્યું. તેથી તેઓએ તપાસ કરી તો લંગરના એક પાંખીયામાં મૂર્તિ જેવું દેખાયું. થોડી મુસીબતે લંગર ઉપર આવ્યું અને ખલાસી ને મૂર્તિ જે લંગર સાથે ચોટેલી હતી, તે શેઠને બતાવી. અંધારૂ થઈ જવાથી શેઠ તે મૂર્તિને બરાબર ઓળખી ન શક્યા. છતાં મનોમન તેમણે વિચાર કર્યો કે નક્કી આ કોઈ જિનેશ્વરદેવની મૂર્તિ છે. શેઠે પ્રભાતે વહાણ અનુકુળ સમયે હંકારવા તેમના ખલાસીઓને કહ્યું ને વહાણમાં તેમના આરામગૃહમાં ચાલ્યા. શેઠ ને ઉંઘ આવતી ન હતી. તેમનું મન મૂર્તિના વિચારોમાં પરોવાઈ ગયું અને પ્રભાત થવાની રાહ જોવા લાગ્યા. પ્રભાતના પહેલા કિરણમાં શેઠે તે મૂર્તિને બરોબર જોઈ અને તરત જ બોલી ઉઠ્યા કે "આ મૂર્તિ તો ભગવાન શ્રી નેમિનાથજીની છે." આથી તેઓએ મૂર્તિનું વિધિસર પૂજન કર્યું અને રૂ ભરેલા વહાણમાં મૂર્તિનું મુખ યોગ્ય દિશામાં રાખી તેઓ જામનગર આવવા રવાના થયા.
વહાણો જામનગરના બંદરે આવ્યા. ત્યાર બાદ ખૂબ ધામધૂમ પૂર્વક મૂર્તિને શહેરમાં લાવવામાં આવી. ભગવાનશ્રી નેમિનાથની આ ભવ્ય મૂર્તિને શેઠે પોતાના ઘરમાં રાખી અને હંમેશા પવિત્ર ભાવનાથી તેની પૂજા ભક્તિ કરવા લાગ્યા. એક દિવસ તે ભગવાનની પૂજા કરી રહ્યા હતાં ત્યાં તેમના ભક્તિભાવથી હ્રદયમાં એક વિચાર જાગ્યો. " શ્રી વિતરાગ દેવ તરફથી મને મળેલી આ અમુલ્ય પ્રસાદી રૂપ મૂર્તિને મારે શિખરબંધ દેરાસરમાં જ તેની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ ને તેના માટે મારે તેવું દેરાસર બંધાવવું જરૂરી છે."
શુભ દિવસે શેઠ તરફથી દેરાસરનું બાંધકામ શરૂ કરયું. પણ ત્યાં આગળ દરરોજ ચમત્કાર સર્જાવા લાગ્યો. દિવસ દરમ્યાન જેટલું ચણતર કામ થયું હોય તે રાત્રિના પહેલા પહોરમાં જ જમીનદોસ્ત થઈ જતું હતું. પણ ફરી બીજે દિવસે જરાપણ કંટાળ્યા વગર શેઠ કડિયા અને સલાટોને ચણતર કામ કરવા આજ્ઞા આપતા. જેટલું ચણતર થયું હોય તે રાત્રિના કડડભૂસ થઈ જતું. ૭ વાર આવી રીતે થવાથી શેઠ ચિંતિત થયા.
નગરમાં વસતા શેઠ તેજસહ શાહની વિનંતીથી નગરમાં પધારેલ મહાન તેજસ્વી આચાર્ય પૂ. શ્રીધર્મમૂર્તિસુરિશ્વરજીની સલાહ લેવાનું શેઠે નક્કી કર્યું અને ઉપાશ્રય ગયા. ત્યાં આગળ મહારાજશ્રી ને વંદના કરી. પોતે શા માટે આવ્યા છે તે તમામ વાત રજુ કરી. વાત સાંભળી મહારાજશ્રીએ શેઠને બીજે દિવસે આવવા જણાવ્યું.
રાત્રિ દરમ્યાન પૂ. શ્રી ધર્મમૂર્તિ સૂરિશ્વરજી મહારાજે મહાદેવી શ્રી મહાકાલીજીનું સ્મરણ કર્યું અને તે જ ક્ષણે દેવીજી ઉપસ્થિત થયા. ત્યારે મહારાજશ્રીએ દેવીને જણાવ્યું “હે માતાજી, આપ સર્વે બિનાથી વાકેફ છો. આપશ્રીની પાસે દિવ્ય શક્તિ છે છતાં આપ મને પુછો જ છો તો હું એ જાણવા ઈચ્છુ છું કે, શેઠના જૈન દેરાસર બાંધવાનાં મનોરથ કેમ પૂર્ણ થતાં નથી. પૂર્ણ કરવા માટે આપ માર્ગદર્શન આપો."
આથી શ્રી મહાકાલીજીએ પૂ. મહારાજશ્રીને જણાવ્યું, "મહારાજા શ્રીકૃષ્ણના શાસન દરમ્યાન જ ભગવાન શ્રી નેમિનાથજી બિરાજતાં હતાં. એ સમય દરમ્યાન વાસુદેવજી તથા બલભદ્ર નામના બે ભાઈઓ હતાં. તેમાંના બલભદ્રજી નિયમિત પૂજા વગેરે કરતાં અને નિયમિતતા જળવાઈ રહે એ હેતુથી તેઓએ જીવંત સ્વામી એવા છે શ્રી નેમિનાથજી ભગવાનની મૂર્તિ બનાવરાવી અને પોતાના ઘરમાં ઘર દેરાસર બનાવી તે શ્રી નેમિનાથજી ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ શ્રી નેમિનાથજીના ગણઘર દ્વારા કરાવવામાં આવેલ હતી. આથી ભગવાનની મૂર્તિ મહાપ્રભાવિક અને દિવ્ય ચમત્કારિક બની ગયેલી.
વર્ષો પછી એક એવા સમયે દ્વારકામાં કુદરતી તોફાને પોતાનું સ્વરૂપ પ્રગટાવ્યું. સમુદ્રમાં મોજાઓ આકાશને આંબવા માટે પુરજોશમાં ઉછળવા લાગ્યા..... અગ્નિએ ભયંકર દાવાનળ ઘરતી ઉપર સળગાવ્યો. આવી પરિસ્થિતિને લઈને દ્વારકાનો નાશ થયો. નગરીને જગ્યાએ હાથીઓના હાથી ડુબી જાય તેટલું પાણી. એ પાણીના પ્રવાહમાં ભગવાન શ્રી નેમિનાથજીની આ ચમત્કારિક મૂર્તિ પણ ખેંચાવા લાગી. થોડી ખેંચાયા બાદ મૂર્તિ તરત જ સમુદ્રના તળીયે જઈ પહોંચી. સમુદ્રના તળીએ ભગવાનશ્રીની મૂર્તિનું વિધિસર પૂજન સુસ્થિ દેવ કરતા. આથી અસામાન્ય મૂર્તિ વધારે શક્તિશાળી બની. આવી મહાનતાથી સભર એવી મંગલ મૂર્તિ શેઠ પાસે આવી. શેઠના પુનિત કાર્યો અને કર્મથી મળી આવેલ છે. તે મૂર્તિ પ્રથમથી જ ઘર દેરાસર માટે તૈયાર કરવામાં આવેલી હોઈ અને ઘર દેરાસરના નિયમોથી તેની પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ થયેલો છે. તેથી તે મૂર્તિની અધિષ્ટાત્રી દેવી છે. માટે મૂર્તિ શિખરબંધ દેસસરમાં બિરાજમાન નહિ થઈ શકે ને તેને બિરાજમાન કરવી હોય તો ઘર દેરાસર જેવું દેરાસર બનાવી તેમાં જ પ્રતિષ્ઠા કરાવે તો તે બિરાજમાન થઈ શકશે, બાકી નહિ”
આવી હકિકત સંભળાવી તે મહાદેવી અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે શેઠ પૂજ્ય મહારાજશ્રી પાસે ગયા. વંદના કરી. ત્યાં જ પૂજ્ય મહારાજશ્રીએ તેમને શ્રી મહાકાલી દેવી સાથે થયેલી વાતથી માહિતગાર કર્યા. આથી શેઠ ખૂબ આનંદિત થયાં ને પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી શિખર વગરના દેરાસરનું ચણતર કામ શરૂ કર્યું. જ્યારે દેરાસર તૈયાર થયું ત્યારે પુષ્કળ ધન ખર્ચી વસંત પંચમીના શુભ દિવસે સંવત 1648 મહા સુદ 5 ના રોજ ભગવાનશ્રી નેમિનાથજીની મૂર્તિની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલ
#jivitneminath
#jainpilgrimage
#jaintirth
#tirthankar
#jaintemple
#jainpilgrimage
#108parshvanath
#jainism
#tirthyatra
#tirthsparsh
#kajalnivaato
#પાર્શ્વનાથ
#ભક્તિ
#જૈનમહોત્સવ
#જૈનતીર્થ
#તીર્થંકર
#તીર્થ
#જૈનધર્મ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: