સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા
Автор: Nimavat Vasantben
Загружено: 2023-12-10
Просмотров: 197387
સતવાદી પાંડવો સત નવ ચુકે
સત ન ચુકે એની ટેક નવ તૂટે
સતવાદી પાંડવો સત નવ ચુકે
દુર્યોધનને ઘેરે ઋષિ દુર્વાશા પધાર્યા
દુર્યોધને આસન દીધા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
ભૂંજેલી ગોઠલી દુર્વાશાને આપી
જાવ રે દુર્વાશા તમે પાંડવોને ઘેરે
પાંડવોનું સત લઇ આવો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંડવોને ઘેરે ગુરુ દુર્વાશા પધાર્યા
કુંતામાએ આસન દીધા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
બળેલી ગોઠલી કુંતામાને આપી
આંબો ઉગાડી અમને ફરાર કરાવો
સતવાદી પાંડવો સત નવ ચુકે
ગોઠલી આપી દુર્વાશા નદીયે નાવા ચાલ્યા
કુંતામાતા મનમાં મૂંજાણા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંચ પાંડવને છઠ્ઠા કુંતામાતા
સર્વે તો મનમાં મૂંજાયા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
જાવ રે ભીમસેન કુંવર લાકડા લઇ
આપડે સૌવ મળીને મરીયે
સતવાદી પાંડવો સત નવ ચુકે
ભીડ પડીને ભગવાન પધાર્યા
કુંતામાએ નજરે દીઠા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંચ તત્વોનો માઁ એ ક્યારો બનાવ્યો
બળેલી ગોઠલી એમાં રે વાવી
સતવાદી પાંડવો સત નવ ચુકે
ગોઠલી વાવીને માતા કુંતાજી બોલ્યા
એક અરજ મારી સુણજો મારો વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
મારાને શોઈક સરખા માન્યા હોઈ તો
ગોઠલીમાં કોટા ફૂટે વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
કોટો જોઈને ધર્મરાજા બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આરે મુખેથી હું સાચું બોલ્યો હોવ તો
અંબામા પાંદડા આવે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે પાન જોઈને ભીમસેન બોલ્યા
એક અરજ મારી સૂણો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
કાચું પાકું અન્નમે સરખું ગણ્યું હોઈ તો
આંબામાં ડાળી ફૂટે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે ડાળીને અર્જુન વીરા બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
નીતિ ધર્મના બાણ સરખા છોડ્યા હોઈ તો
આંબામાં મોર આવે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે મોર જોઈને વીરા સહદેવ બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આખી દુનિયાના જોષ સરખા જોયા હોયતો
આંબામાં કેરી આવે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબે કેરી જોઈને નકુલ વીરા બોલ્યા
એક અરજ મારી સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
ચારેય ભાયુંના માન રાખ્યા હોઈ તો
આંબામાં સાખું પાકે મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
આંબામાં સાંખ અને આકાશવાણી થઇ મારા વાલા
સતી તમારા સતને સાંભળો મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંચ પતિને મેતો સરખા માન્યા હોઈ તો
આંબામાં સાંખુ વેળાય મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
સાંખુ વેળાય માએ ખોળા ભર્યા
કુંતામાતા રસોડે લઇ આવ્યા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
કેરી ઘોળીને એનો રસ રે કાઢ્યો
ભાવેથી દુર્વાશાને ફરાળ કરાવ્યા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંડવોનો જયજયકાર રે બોલાનો
દુર્યોધને શ્રાપ દીધા મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
પાંડવોનો આંબો જે ભાવેથી ગાશે
વ્રજમાં વાસ એનો થાય મારા વાલા
સતવાદી પાંડવો સત નવ ચુકે
સત ન ચુકે એની ટેક નવ તૂટે
સતવાદી પાંડવો સત નવ ચુકે
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: