દિલીપ ગોહિલ: મીડિયા આલમનો મરજીવો | Dilip Gohil | Tribute Video | Gujarati Journalist | Navi Savar
Автор: Navi Savar
Загружено: 2024-04-28
Просмотров: 1267
દિલીપ ગોહિલઃ ચૌદ ઑબ્લિક બાર
દિલીપ ગોહિલ. પત્રકાર, સંપાદક, તંત્રી, અનુવાદક, રાજકીય વિશ્લેષક અને કવિ હતા. 59 વર્ષના આયખામાં તેમણે 36 વર્ષનું અવિરત પત્રકારત્વ કર્યું હતું. પત્રકારત્વનાં વિવિધ માધ્યમોમાં તેમનું માતબર અને નોંધપાત્ર પ્રદાન હતું. ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ. અને રાજકોટમાં પત્રકારત્વનો બે વર્ષનો કોર્સ કરીને જનસત્તામાં જોડાયા. તેમની પત્રકારત્વની સફર 1987માં શરૂ થઈ જે છેક 2023 સુધી અવિરત ચાલી. તેમણે યુવદર્શન, સમકાલીન, ઈન્ડિયા ટુડે (ગુજરાતી), ચિત્રલેખા, અભિયાન, મેટ્રો-સમભાવ, ડીબી ગોલ્ડ (દિવ્ય ભાસ્કર), ઈ-ટીવી ગુજરાતી, રિડીફડૉટકૉમ, જીએસટીવી, અગ્ર ગુજરાત વગેરેમાં ફરજ બજાવી હતી. તેઓ નવી ટેકનોલોજી ઝડપથી શીખી લેતા. કમ્પ્યૂટર પર કામ કરનારા તેઓ પહેલા ગુજરાતી પત્રકાર હતા. તેઓ ઉત્તમ અનુવાદક હતા. તેમણે સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. તેઓ નિયમિત રીતે જુદી જુદી ચેનલોમાં સમીક્ષા પણ કરતા. તેમણે પોતાની પ્રતિભા અને નિસબત વડે ગુજરાતી પત્રાકરત્વને સમૃદ્ધ કર્યું હતું. 27મી જાન્યુઆરી, 2024, શનિવારે વહેલી સવારે 12-30 કલાકે (આમ તો 26મી જાન્યુઆરીની મોડી રાત્રે) તેમનું નિધન થયું હતું.
Video shot by: Aalap Tanna & edited by: Harsh Dhakan
#DilipGohil #NaviSavar
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: