બોવ મસ્ત કીર્તન છે લખેલું 👇bhajansong
Автор: i khodiyar official
Загружено: 2025-04-11
Просмотров: 61202
હાક મારે છે હનુમાન જતી બજરંગ બાલાજી
હનુમાન કરા છે રામના કેવા કામ બજરંગ બાલાજી
રામ સીતાને રુદિયામાં રાખ્યા કે બજરંગ બાલાજી
રામ લક્ષ્મણને ખંધોલે બેસાયડા કે બજરંગ બાલાજી
રામ યાજ્ઞા દયો તો કામ કરીએ કે બજરંગ બાલાજી
હનુમાન સીતાજી ની શોધે જાવ કે બજરંગ બાલાજી
રામ અમને નિશાની કાંઈક દયો કે બજરંગ બાલાજી
રામે એની મુન્દ્રિકા દીધી કે બજરંગ બાલાજી
હનુમાન હસ્તા ને રમતા સાલા કે બજરંગ બાલાજી
હનુમાન દરિયો ઓળંગીને સાયલા કે બજરંગ બાલાજી
હનુમાન રાવણ ના રાજ માં આવ્યા કે બજરંગ બાલાજી
હનુમાન આડા ને હવળું જોવે કે બજરંગ બાલાજી
આશા પાલવનીસે સીતામાને જોયા કે બજરંગ બાલાજી
હનુમાન ને હળવેથી મુંદ્રિકા નાખી કે બજરંગ બાલાજી
માતા જબકી ને જાગી ગયા કે બજરંગ બાલાજી
મારા રામનો સંદેશો કોઈ લાવ્યું કે બજરંગ બાલાજી
જે હોય તે હાજર થાવો કે બજરંગ બાલાજી
હનુમાન ને હળવેથી કૂદકો માર્યો કે બજરંગ બાલાજી
સીતા માતાને પ્રણામ કર્યા કે બજરંગ બાલાજી
વાનર કિયા તે દેશથી તુ આવ્યો કે બજરંગ બાલાજી
વાનર હું છે ધારેલું તારું નામ કે બજરંગ બાલાજી
હું તો પવનપુત્ર કહેવાય કે બજરંગ બાલાજી
હું તો અંજની માનો જાયો કે બજરંગ બાલાજી
મારા રામનો સંદેશો લઈને આવ્યો કે બજરંગ બાલાજી
માતા હવે લાગી છે બહુ ભૂખ કે બજરંગ બાલાજી
હનુમાન આયે રાવણના રાજ કે બજરંગ બાલાજી
હનુમાન હેઠા પડેલા ફળ ખાજો કે બજરંગ બાલાજી
હનુમાન વસતા ને રમતા ઊંડા કે બજરંગ બાલાજી
હનુમાન અશોક વાટિકામાં આવ્યા કે બજરંગ બાલાજી
હનુમાન ને ઝાડવા ઉપાડી નાખ્યા કે બજરંગ બાલાજી
હનુમાન એ નિશા પડેલા ફળ ખાધા કે બજરંગ બાલાજી
હનુમાન ને માતાજી ની યાજ્ઞા ના પાળી કે બજરંગ બાલાજી
હાકલ મારતા રાવણના દૂત આવ્યા કે બજરંગ બાલાજી
હનુમાનને સાંકળે બાંધીને લઈ ગયા કે બજરંગ બાલાજી
રાવણે ઘાણીના તેલ મંગાવ્યા કે બજરંગ બાલાજી
હનુમાન ને પૂછડે ગાભા વીટવા કે બજરંગ બાલાજી
હનુમાનને પૂંછડે તેલ રેડિયા કે બજરંગ બાલાજી
પછી જગતી દિશાળી મેલી કે બજરંગ બાલાજી
હનુમાન હસ્તા ને રમતા ઉડા કે બજરંગ બાલાજી
આખી લંકાને બાળી નાખી કે બજરંગ બાલજી
એક નો બાળો વિભીષણ નોમેહેલ કે બજરંગ બાલાજી
પછી પૂછડું દરિયે ઠારી નાખ્યું કે બજરંગ બાલાજી
પાસાં સીતાજી પાસે આવ્યા કે બજરંગ બાલાજી
માતા હવે રજા મને દયો કે બજરંગ બાલાજી
મારા રામની યાજ્ઞા નથી કે બજરંગ બાલાજી
નકર હમણાં ખંધો લે બેસાડું કે જરંગ બાલાજી.
🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: