વહેલા આવો મોડા આવો ના આવો તો સઈ
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2025-03-15
Просмотров: 13565
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
🌹💐 ભજન 💐🌹
વહેલા આવો મોડા આવો ના આવો તો સઈ
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
નાચી કુદી તાળી પાડો એનો વાંધો નહીં
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
શાંતિથી સુણજો સંતવાણી જ્ઞાનની વાતો લેજો જાણી
પ્રેમ સુધારસ લઈને જાણી સૌને દેજો પ્રેમની લહાણી
આડા અવળા બેસો તેનો જરાય વાંધો નહીં
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
સંગત હરદમ સંતની કરીએ દોસ્તી દુર્જનની પરહરીએ
પાપના પંથે ડગ નવ ભરીએ નિંદા કોઈની કદી નવ કરીએ
બંધ નયન કે ઉઘાડી આંખે ભજતા વાંધો નહીં
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
પ્રભુ મંદિરે પ્રેમથી આવો પાડોશીને સાથે લાવો
હરિની હરદમ ધૂન મચાવો વિગત કણ સત્સંગનુ વાવો
ફળ એના મીઠા મનગમતા ખાશો તો વાંધો નહીં
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
સંત સાધુ કે બ્રાહ્મણ પાસે વાત વિવેકે કરીએ સાથે
અજવાળા અંતરમાં થાશે અંધારા ઉરના મટી જાશે
દિન દુખીયા કે સંત સાધુના નિસાસા લેશો નહીં
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
હરી કથા કે પ્રભુ ભજનમાં આડા ન પડીએ દયા દાનમાં
કહે સદગુરુ નરનારીમાં સમદ્રષ્ટિ રાખો સત્સંગમાં
ભૂખ્યા રહો કે ધરાઈને બેસો તેનો વાંધો નહીં
ભજનમાં વાતો કરશો નહીં ભજનમાં વાતો કરશો નહીં
🌹💐 સાખી 💐🌹
હે......ભજન કરો તો એવા કરજો એ ભજનમાં ભૂલ ના પડે
ભજન કર્યા પછી નિંદા કરો તો એ ભજનમાં ધૂળ પડે ભાઈ..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: