ઓલી રાધાના સીમંત આવ્યા | Oli Radha Na Simant Aavya | Gujarati Bhajan
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2025-07-15
Просмотров: 16165
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- પ્રભુ ચાદર ઓઢી ને શું સુતા...
ઓલી રાધાના સીમંત આવ્યા કનૈયાને કેમ મનાવું
ગંગાને કાંઠે વાલો ગૌધેન ચારે
રાધાજી ભાત લઈ આવે કનૈયાને કેમ મનાવું
જમતા રે જમતા રાધા વાત જ પૂછે
મૈયરીએ મેલવાને આવો કનૈયાને કેમ મનાવું
જે રે જોઈએ તે રાધા માંગી રે લેજો
મૈયરીએ મેલવા નો આવું કનૈયાને કેમ મનાવું
ગોળ રે ગોરડીયા કાના ગોળ રે માલવિયા
ગૌરી ગાયોના ઘી જોઈશે કનૈયાને કેમ મનાવું
સૂઠ સુવાદાણા કાના પીપળીમૂળ જોઈશે
નાહવા ગંધારોવજ જોઈશે કનૈયાને કેમ મનાવું
એટલી સંપત્તિ રાધા અમારે નથી
મૈયરીએ મેલવા આવું કનૈયાને કેમ મનાવું
શીદને સાસુના જાયા ચાંદલીયા ચોડ્યા
શીદને ચુંદડીયુ ઓઢાડી કનૈયાને કેમ મનાવું
શીદને સાસુના જાયા મીંઢોળ બાંધ્યા
શીદને માંડવડા રોપાવ્યા કનૈયાને કેમ મનાવું
શીદને સાસુના જાયા તોરણે આવ્યા
શીદને ચાકડીએ પગ દીધો કનૈયાને કેમ મનાવું
હજાર માણસમાં કાના હથેવાળો મેળવ્યો
અઘરણીના આણે મૈયર મેલ્યા કનૈયાને કેમ મનાવું
💐🌹 સાખી 🌹💐
હે.....નવરંગી નોબત વાગતી ને વાગે શરણાયુંના સુર રે
બંસીનો નાદ વાલો કરતો ને ગોપીઓ થાય ચકચૂર રે વાલા..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: